Ahmedabad : એરપોર્ટ પરથી ફરી પકડાયું સોનું, રાજકોટની મહિલા પાસેથી 34.73 લાખનું સોનું કરાયું જપ્ત
- અમદાવાદમાં એરપોર્ટ પરથી પકડાયું સોનું
- દુબઈથી પરત આવતી મહિલા પાસે સોનું પકડાયું
- રાજકોટની મહિલા પાસેથી 34.73 લાખનું સોનું મળ્યું
- સોનાના વધતા ભાવ વચ્ચે સતત સોનાની દાણચોરી પકડાઈ રહી છે
- મહિલાની લેગિંગ્સ માંથી ગોલ્ડ સ્પ્રે જપ્ત કરાયું
- મહિલા રાજકોટની હોવાનું સામે આવ્યું
Ahmedabad : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સતત બીજા દિવસે સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો છે, જેમાં દુબઈથી ફ્લાઈટ નંબર 6E-1478 દ્વારા રાજકોટ પરત ફરતી એક મહિલા મુસાફરને કસ્ટમ્સ અધિકારીઓએ અટકાવી હતી. આ મહિલા પાસેથી 382.170 ગ્રામ સોનું, જેની કિંમત 34.73 લાખ રૂપિયા જેટલી છે, જપ્ત કરવામાં આવ્યું હતું.
મહિલાની લેગિંગ્સ માંથી ગોલ્ડ સ્પ્રે જપ્ત કરાયું
આશ્ચર્યજનક રીતે, આ સોનું ગોલ્ડ સ્પ્રેના રૂપમાં લેગિંગ્સમાં છુપાવવામાં આવ્યું હતું, જે દાણચોરીની નવી યુક્તિ દર્શાવે છે. એક તરફ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર સતત સોનાની દાણચોરીના કેસ પકડાઈ રહ્યા છે, જે સુરક્ષા વ્યવસ્થા અને દાણચોરીના વધતા પ્રમાણ પર સવાલો ઉભા કરે છે. તપાસમાં સામે આવ્યું કે આ મહિલા રાજકોટની રહેવાસી છે, અને હવે આ મામલે વધુ વિગતો એકત્ર કરવા માટે તપાસ ચાલુ છે.