Ahmedabad : બિલ્ડરને ફસાવવા રચાયું હનીટ્રેપનું ષડયંત્ર
Ahmedabad: ગુજરાતમાં હનીટ્રેપના કેસોમાં નવો કિસ્સો સામે આવ્યો થયો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક બિલ્ડરને ફસાવીને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર મહિલા અને પત્રકારને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આરોપીઓએ અંગત પળોનો વીડિયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપી હતી, જેના કારણે બિલ્ડરને ભારે માનસિક તણાવમાં મૂકી દીધો હતો.
Advertisement

મળતી માહિતી અનુસાર, આરોપી સુનિતા ઉર્ફે એની રાજપૂત (Sunita alias Annie Rajput)એ બિલ્ડર સાથે મિત્રતા કેળવી અને અંગત સંબંધોમાં ખેંચીને વીડિયો રેકોર્ડ કર્યો હતો. પછીથી તેણે આ વીડિયોને સોશિયલ મીડિયા અને ન્યૂઝ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ ષડ્યંત્રમાં પત્રકાર અશ્વિન ચોહાણ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે, જેમને પણ પોલીસે ઝડપી પાડ્યા છે.
Advertisement