અમદાવાદમાં પ્રથમવાર AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સનું આયોજન, ભારત સહિત 5 ટીમો ભાગ લેશે
- આંતરરાષ્ટ્રીય AFC અન્ડર 17 એશિયન કપ 2026 ક્વોલિફાયરસ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન
- 22થી 30 નવેમ્બર દરમિયાન ટુર્નામેન્ટ ચાલશે
- કાંકરિયા ટ્રાન્સ્ટેસ્ટેડીયા એકા એરના ક્લબ ખાતે યોજાશે ટુર્નામેન્ટ
- ભારત, લેબેનન, ઈરાન, પેલેસ્ટાઈન, તાઈપેઈની ટિમો ટુર્નામેન્ટમાં ભાગ લેશે
- AFCની ટુર્નામેન્ટ છે એટલે દરેક ટીમ ટફ ટીમ છે- ભારતીય હેડ કોચ
- અમારી તૈયારી સારી છે અમે અમારું મેદાનમાં 100 ટકા આપીશું- ભારતીય હેડ કોચ
Ahmedabad : ગુજરાતની રમતગમતની ક્ષિતિજ પર એક નવા આંતરરાષ્ટ્રીય અધ્યાયની શરૂઆત થઈ રહી છે, કારણ કે અમદાવાદ પ્રથમવાર AFC અંડર-17 એશિયન કપ 2026 ક્વોલિફાયર્સ ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 22 થી 30 નવેમ્બર દરમિયાન કાંકરિયા ખાતે આવેલા ટ્રાન્સ્ટેડિયા (EKA Arena) ક્લબ ખાતે યોજાશે.
ભારતીય હેડ કોચે શું કહ્યું?
આ ટુર્નામેન્ટમાં કુલ 5 ટીમો ક્વોલિફાય થવા માટે ટકરાશે, જેમાં યજમાન ભારત ઉપરાંત લેબેનન, ઈરાન, પેલેસ્ટાઈન, અને ચાઈનીઝ તાઈપેઈની ટીમોનો સમાવેશ થાય છે. ભારતીય હેડ કોચે સ્પષ્ટતા કરી હતી કે AFCની ટુર્નામેન્ટ હોવાથી દરેક ટીમ મજબૂત છે, પરંતુ તેમણે પોતાની ટીમના આત્મવિશ્વાસને વ્યક્ત કરતા કહ્યું કે, "અમારી તૈયારી સારી છે અને અમે મેદાનમાં અમારું 100 ટકા પ્રદર્શન આપીશું." આ ટુર્નામેન્ટ અમદાવાદ માટે ફૂટબોલના આંતરરાષ્ટ્રીય નકશા પર સ્થાન મેળવવાની એક સુવર્ણ તક છે.
આ પણ વાંચો : India A vs Bangladesh A ના Semi Final માં ભારતની હાર, સુપર ઓવરમાં બાંગ્લાદેશ જીત્યું


