Ahmedabad : NAREDCO ગુજરાત અને બિલ્ડર્સ એસોસિએશનની મહત્વની બેઠક, રીયલ એસ્ટેટમાં ભારે ભાવ ઉછાળાની ભીતિ, Video
Ahmedabad : અમદાવાદમાં આયોજિત NAREDCO ગુજરાત અને બિલ્ડર્સ એસોસિએશનની મહત્વની બેઠકમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના ડેવલપર્સ દ્વારા લેબર પર 18 ટકા GST અને પેઈડ FSIના વધતા બોજ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠકમાં NAREDCO ગુજરાતના ચેરમેન સુરેશભાઈ પટેલ અને અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ હરેશ વાસાણી અને શ્રી સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ (Mukeshbhai Patel) પણ ઉપસ્થિત રહ્યા હતા.
Ahmedabad માં NAREDCO ગુજરાત અને બિલ્ડર્સ એસોસિએશનની મહત્વની બેઠક
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને આર્થિક કરવેરાઓના કારણે આગામી 30 જૂન બાદ મિલકતોના ભાવમાં 20 ટકા સુધીનો મોટો ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને જનતા પર ભાવ વધારાનો બોજ ન પડે તે માટે આશરે 700 થી 800 બિલ્ડરોએ એકત્ર થઈ વિસ્તૃત ચિંતન કર્યું હતું.
સરકાર પાસે શું માંગ કરવામાં આવી?
આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને રજૂ થયેલી માંગણીઓ મુજબ ટેક્સ તેમજ કરવેરાનું ભારણ ઘટાડવા માટે બિલ્ડર્સ એસોસિએશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવશે, જેથી રિયલ એસ્ટેટ સેક્ટરની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકાય.
શા માટે વધી રહ્યા છે ભાવ?
બેઠક દરમિયાન ડેવલોપર્સે અનેક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા જે રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે કપરા સાબિત થઈ શકે તેમ છે
ટેક્સનું ભારણ: લેબર વર્ક પર 18 ટકા GST અને પેઈડ FSIના કારણે ડેવલોપર્સની પડતર કિંમતમાં મોટો વધારો થયો છે.
કોસ્ટમાં વધારો: મટીરીયલ કોસ્ટ અને લેબર કોસ્ટમાં સતત થઈ રહેલા વધારાને કારણે પ્રોજેક્ટ ખર્ચ વધી રહ્યો છે.
ભૌગોલિક પરિસ્થિતિ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર લોજિસ્ટિક્સ અને કાચા માલના ભાવ પર પડી રહી છે, જેના કારણે નિર્માણ ખર્ચમાં પણ ઉછાળો આવ્યો છે.
30 જૂન બાદ વધશે બોજ?
બિલ્ડર એસોસિએશનના હોદ્દેદારોના મતે, જો હાલની સ્થિતિમાં કોઈ બદલાવ નહીં આવે તો 30 જૂન બાદ રીયલ એસ્ટેટમાં 20 ટકા જેટલો ભાવવધારો જોવા મળી શકે છે. જોકે, આ ભાવવધારાનો બોજ સામાન્ય જનતા પર ન પડે તે માટે ડેવલોપર્સે સરકાર પાસે ખાસ માંગણીઓ કરી છે.
સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે તેવો વિશ્વાસ
NAREDCO ગુજરાતના ચેરમેન સુરેશભાઈ પટેલ અને અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ હરેશ વાસાણીએ જણાવ્યું હતું કે, "અમે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે ટેક્સ અને વિવિધ ઓથોરિટીના કરભારણમાં રાહત આપવાની માંગ કરી છે. જો સરકાર આ કરવેરાનું ભારણ ઘટાડે, તો જનતાને ભાવવધારાથી બચાવી શકાય છે અને પ્રોપર્ટીના ભાવ સ્થિર રહી શકે છે. આ બેઠકમાં થયેલી ચર્ચાઓથી સરકારને વાકેફ કરવામાં આવશે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે સરકાર ડેવલોપર્સ અને ગ્રાહકોના હિતમાં હકારાત્મક નિર્ણય લેશે."
આ બેઠક બાદ રીયલ એસ્ટેટના આગામી ભાવ અને સરકારના પ્રતિભાવ પર હવે બિલ્ડરો અને ખરીદદારો બંનેની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો: Kheti Madadnish recruitment : પારદર્શક ભરતી: 415 યુવાઓ બન્યા કૃષિ વિભાગના નવા 'કર્મયોગી'


