Ahmedabad : હાઈબ્રિડ ગાંજાની તસ્કરીનું મોટુ નેટવર્ક, બેંગકોકથી ભારત સુધી ફેલાયેલું નેટવર્ક
Ahmedabad : હાઈબ્રિડ ગાંજાની તસ્કરીનું મોટુ નેટવર્ક, બેંગકોકથી ભારત સુધી ફેલાયેલું નેટવર્ક
Advertisement
Ahmedabad : હાઈબ્રિડ ગાંજાની તસ્કરીનું મોટુ નેટવર્ક, બેંગકોકથી ભારત સુધી ફેલાયેલું નેટવર્ક: ગુજરાતના અમદાવાદમાં રહેતા ધર્મેશ ચુનારાની ધરપકડથી હાઈબ્રિડ ગાંજા તસ્કરીનું મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક સામે આવ્યું છે. ધર્મેશ, જે આ નેટવર્કનો માસ્ટરમાઈન્ડ માનવામાં આવે છે, તે બેંગકોકથી નેપાળ અને ત્યાંથી ભારતમાં હાઈબ્રિડ ગાંજાની તસ્કરી કરતો હતો. નેપાળમાં 13 કિલો હાઈબ્રિડ ગાંજા સાથે પકડાયા બાદ તે જેલમાં હતો, પરંતુ Gen Z આંદોલન દરમિયાન જેલ તોડીને ભાગી ગયો હતો. હાલમાં અમદાવાદમાં તેની સાસુના ઘરે છુપાઈને રહેતો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો છે. આ કેસમાં સેન્ટ્રલ એજન્સીઓ જેમ કે NCB (Narcotics Control Bureau) અને ED (Enforcement Directorate) તપાસનો ધમધમાટ કરશે.
Advertisement


