Ahmedabad : દિલ્હીની જેમ અમદાવાદની હવા બની ઝેરીલી, હવામાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું
દિલ્હીની જેમ અમદાવાદની હવા બની ઝેરી હવામાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું રાયખડ સ્ટેશને રેકૉર્ડ કરાયેલ એક્યુઆઇ 272 હતો અમદાવાદમાં ભારે પ્રદૂષણ નોંધાયું હતું અને સીપીસીબીના ડેટા પ્રમાણે અમદાવાદના રાયખડ સ્ટેશને રેકૉર્ડ કરાયેલ એક્યુઆઇ 272 હતો. વિવિધ પ્રદૂષકોના પ્રમાણને ધ્યાને...
10:55 AM Nov 30, 2025 IST
|
SANJAY
- દિલ્હીની જેમ અમદાવાદની હવા બની ઝેરી
- હવામાં પ્રદૂષણ ભયજનક સ્તરે પહોંચ્યું
- રાયખડ સ્ટેશને રેકૉર્ડ કરાયેલ એક્યુઆઇ 272 હતો
અમદાવાદમાં ભારે પ્રદૂષણ નોંધાયું હતું અને સીપીસીબીના ડેટા પ્રમાણે અમદાવાદના રાયખડ સ્ટેશને રેકૉર્ડ કરાયેલ એક્યુઆઇ 272 હતો. વિવિધ પ્રદૂષકોના પ્રમાણને ધ્યાને લઈ હવા કેટલી પ્રદૂષિત છે તેને ઍર ક્વૉલિટી ઈન્ડેક્સ (એકયુઆઇ) એટલે કે વાયુ ગુણવત્તા સૂચકાંકમાં દર્શાવાય છે. જો એક્યુઆઇ 50 કે તેથી નીચે હોય તો હવા સારી ગુણવત્તાની ગણાય અને જો એકયુઆઇ 51થી 100 ની વચ્ચે હોય તો ગુણવતા સંતોષકારક ગણાય. જો આ આંક 101થી 200 વચ્ચે હોય તો હવા મધ્યમ ગુણવત્તાની ગણાય અને જો આંક 201થી 300ની વચ્ચે હોય તો તે હવાની ગુણવત્તા ખરાબ છે તેવો સંકેત આપે છે. તે જ રીતે 301થી 400 વચ્ચેનો આંક ખૂબ ખરાબ હવા અને 401થી 500 વચ્ચેનો આંકડો અતિશય ખરાબ હવા છે તેમ સૂચવે છે.
Next Article