Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Liquor Party Raid : મ્યુઝિકલ પાર્ટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ!

અમદાવાદની એક જાણીતી ક્લબમાં ડાન્સની સાથે દારૂની પાર્ટીનો બરોબર માહોલ જામ્યો હતો. એવા સમયે ફિલ્મી સ્ટાઈલમાં પોલીસની એન્ટ્રી થયા બાદ મહેફિલમાં ભંગ પડ્યો હતો
Advertisement

અમદાવાદની બોપલ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો ક્લબ O7ના પાર્કિંગમાં દારૂ પી રહ્યા છે. જેના આધારે બોપલ પોલીસે રેડ કરી.. એક યુવતી સહિત નવ લોકોને ઝડપી લીધા હતા. નબીરાઓએ ક્લબમાં મ્યુઝિકલ ડાન્સ પાર્ટી સાથે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. પોલીસે રાહુલ ગોસ્વામી, હેમલ દવે, ભાવેશ પવાર, આશુતોષ શાહ, રાહુલ ચહલ, સની પંડ્યા અને પૃથ્વીરાજ ડોડલા નામના આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પાંચ મોબાઇલ ફોન, 2 BMW કાર, હોન્ડા સિટી કાર, દારૂની બોટલ સહિત કુલ 8.50 લાખનો મુદ્દામાલ કરવામાં આવ્યો છે.પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ક્લબનો માહોલ અલગ હતો. કારણકે, ક્લબમાં અંદાજીત 100થી 150 લોકો હતા. ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા. સૌ કોઈ પાર્ટીમાં પોતાની મસ્તીમાં ઝૂમી રહ્યા હતા. વાત ડાન્સ કરવા સુધી જ હોત તો ઠીક હતી. પરંતુ, આ પાર્ટીમાં આવેલા કેટલાક લોકોએ નશો કર્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. એ દરમિયાન શંકાસ્પદ નવ લોકોએ નશો કર્યો છે કે નહીં તે ચેક કરવામાં આવ્યું તો, તેમાંથી છ લોકો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે, બાકીના ત્રણ પાસેથી દારૂની બોટલો મળી આવી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×