ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : નિકોલમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ, ગટરના ગંદા પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી

Ahmedabad : અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે પણ જો તમે અમદાવાદના નિકોલમાં જશો તો ત્યા તમને આ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. જીહા, નિકોલના ગોપાલ ચોકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
06:28 PM Jan 23, 2025 IST | Hardik Shah
Ahmedabad : અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે પણ જો તમે અમદાવાદના નિકોલમાં જશો તો ત્યા તમને આ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. જીહા, નિકોલના ગોપાલ ચોકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Ahmedabad : અત્યારે શિયાળાની ઋતુ ચાલે છે પણ જો તમે અમદાવાદના નિકોલમાં જશો તો ત્યા તમને આ ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. જીહા, નિકોલના ગોપાલ ચોકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં રસ્તા પર એક થી દોઢ ફૂટ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગટરનું ગંદુ પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી

મળતી માહિતી અનુસાર, નિકોલના ગોપાલ ચોક પર આવેલા રોડ પર ગટરના ગંદા પાણી ફરી વળતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. અહીં અંદાજિત 2500 જેટલા મકાનોના લોકોને અવર-જવરમાં ભારે હાલાકી થઇ રહી છે. તંત્રના વાંકે નિકોલની જનતાને આવી પરિસ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે. વારંવાર થતી આવી ઘટનાઓ અને બિન અનુભવી કોર્પોરેટરો બિન અનુભવી અધિકારીઓના ત્રાસની સજા અત્યારે નિકોલ અને ગોપાલ ચોકની સામાન્ય જનતા ભોગવી રહી છે. ત્યારે સ્થાનિકો સવાલ કરી રહ્યા છે કે શું આ સ્થિતિ જોવા માટે જનતાએ તમને મત આપ્યા હતા? ચૂંટણીટાણે રોજ દેખાતા નેતાઓ હવે ક્યાં ખોવાઈ ગયા છે? આવા ઘણા સવાલો છે કે જે સ્થાનિક નેતાઓ પુછી રહ્યા છે.

Tags :
AhmedabadAhmedabad NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHardik ShahNikolNikol NewsSewage water
Next Article