Ahmedabad : 77 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે NEET-UG પરીક્ષા આપશે
Ahmedabad : દેશભરમાં આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ પ્રવેશ માટેની NEET-UG પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર દેશમાંથી કુલ 22.79 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપના અંદાજે 77 હજાર અને અમદાવાદ શહેરમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે.
Advertisement
- દેશભરમાં આજે મેડિકલ પ્રવેશ માટે NEET-UG પરીક્ષા
- નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરીક્ષાનું દેશવ્યાપી આયોજન
- ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપના 77 હજાર વિદ્યાર્થીઓ
- બપોરે 2:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી પરીક્ષાનો સમય રહેશે
- વિદ્યાર્થીઓને સવારે 11:00 વાગ્યાથી પરીક્ષા કેન્દ્ર પર મળશે પ્રવેશ
- અમદાવાદ શહેરમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Ahmedabad : દેશભરમાં આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલ પ્રવેશ માટેની NEET-UG પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર દેશમાંથી કુલ 22.79 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેશે. ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપના અંદાજે 77 હજાર અને અમદાવાદ શહેરમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે. પરીક્ષાનો સમય બપોરે 2:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે, પરંતુ નિયમ મુજબ વિદ્યાર્થીઓને સવારે 11:00 વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવશે. મેડિકલમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની આ મોટી કસોટી માટે તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને તમામ પરીક્ષાર્થીઓ માટે નિર્ધારિત ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


