Ahmedabad News : અમદાવાદના સૈજપુરમાં અસામાજિક તત્વોનો આતંક, સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ
Ahmedabad News : અમદાવાદના સૈજપુર વિસ્તારમાં આવેલા ગિરિવૃંદ સોસાયટીમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર કેટલાક શખ્સોએ સોસાયટીમાં ઘુસી પાર્ક કરેલા અનેક વાહનોમાં બેઝબોલના ડંડા વડે તોડફોડ કરી હતી.
Advertisement
Ahmedabad News : અમદાવાદના સૈજપુર વિસ્તારમાં આવેલા ગિરિવૃંદ સોસાયટીમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ ભારે આતંક મચાવ્યો હતો. મળતી માહિતી અનુસાર કેટલાક શખ્સોએ સોસાયટીમાં ઘુસી પાર્ક કરેલા અનેક વાહનોમાં બેઝબોલના ડંડા વડે તોડફોડ કરી હતી. હુમલાખોરોએ કાર અને અન્ય વાહનોના કાચ ફોડી નાંખતા સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તોડફોડની ઘટના સર્જ્યા બાદ તમામ અસામાજિક તત્વો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આસપાસના CCTV ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસ હાથ ધર્યા છે.
Advertisement


