Ahmedabad NRI Tower shooting : Ahmedabad માં દંપતિના મોત મુદ્દે ACP નું મોટુ નિવેદન
અમદાવાદમાં દંપતીનાં મોત મુદ્દે એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટનું નિવેદન સામે આવ્યું છે. તેમણે માહિતી આપતા કહ્યું કે, ગઈકાલે મોડી રાત્રે પોલીસને મેસેજ મળ્યો હતો. હાલ ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવમાં રાજેશ્વરી ગોહિલ અને યશરાજસિંહ ગોહિલનું મોત થયું હતું. પ્રાથમિક તપાસ અનુસાર, પહેલા સર્વિસ રિવોલ્વરથી પત્નીને ગોળી વાગી ગઈ હતી. 108 ની ટીમ ગયા બાદ યશરાજે આત્મહત્યા કરી હતી. હકીકતનાં મૂળ સુધી જવા પોસ્ટમોર્ટમ કરાયું છે. પત્નીને ગોળી વાગ્યા બાદ યશરાજે માતાને જાણ કરી હતી. માતાને કહ્યું હતું કે પત્નીને હોસ્પિટલ લઈ જવાની છે. સ્થાનિકોએ જણાવ્યું કે બંને ગઈકાલે ખુશ હતા. એસીપીએ આગળ જણાવ્યું કે, દંપતિ બહાર જમીને આવ્યા બાદ ખુશ હતા. અમે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી રહ્યા છીએ. અલગ-અલગ એંગલથી તપાસ કરી રહ્યા છીએ.... જુઓ અહેવાલ....


