અમદાવાદ : Seventh Day School માં હત્યાકાંડ બાદ ઓનલાઈન શિક્ષણ શરૂ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી Seventh Day School માં તાજેતરમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પગલે પરિસ્થિતિ અત્યંત તંગ બની છે. આ ઘટનાથી વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને શાળાની બેદરકારી સામે ગંભીર આરોપો મૂકાયા હતા.
02:43 PM Aug 25, 2025 IST
|
Hardik Shah
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી Seventh Day School માં તાજેતરમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાને પગલે પરિસ્થિતિ અત્યંત તંગ બની છે. આ ઘટનાથી વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને શાળાની બેદરકારી સામે ગંભીર આરોપો મૂકાયા હતા. શિક્ષણ વિભાગ અને પોલીસની પ્રાથમિક તપાસમાં પણ શાળાની નિષ્ફળતા સામે આવતા વિરોધનો માહોલ વધુ ઉગ્ર બન્યો. આવી પરિસ્થિતિમાં શાળા સંચાલકોએ તાત્કાલિક ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સવારે 8 થી 11.30 વાગ્યા સુધી શિક્ષકો પોતાના ઘરેથી જ વર્ચ્યુઅલ ક્લાસીસ લઈ રહ્યા છે, જેથી વિદ્યાર્થીઓને ભણવામાં ખલેલ ન પડે. હાલ શાળાનું કેમ્પસ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે અને ત્યાં કોઈ જવાબદાર અથવા કર્મચારી હાજર નથી.
Next Article