Ahmedabad Plane Crash : પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ વિમાનમાં હતા સવાર
અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતા જ દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, અકસ્માત સમયે તેમાં 242 મુસાફરો સવાર હતા. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. રનવે પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, વિમાન ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારમાં પડી ગયું.
Advertisement
Ahmedabad Plane Crash : અમદાવાદમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું છે. વિમાન ક્રેશ થતા જ દૂર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. મળી રહેલી માહિતી અનુસાર, અકસ્માત સમયે તેમાં 242 મુસાફરો સવાર હતા. વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. રનવે પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, વિમાન ક્રેશ થયું અને રહેણાંક વિસ્તારમાં પડી ગયું. જે વિમાન ક્રેશ થયું તે બોઇંગ કંપનીનું હતું. આ વિમાન 11 વર્ષ જૂનું હતું, જે ડિસેમ્બર 2013 માં ખરીદવામાં આવ્યું હતું. બોઇંગનું 787 ડ્રીમલાઇનર વિમાન એરલાઇન્સમાં ખૂબ જ લોકપ્રિય છે. એર ઇન્ડિયા ઉપરાંત, ઘણી અન્ય એરલાઇન્સ પણ તેનો ઉપયોગ કરે છે.
Advertisement