Ahmedabad : બોમ્બની ધમકી બાદ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ!
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું લેન્ડિંગ મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ...
03:40 PM Dec 04, 2025 IST
|
SANJAY
- અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું લેન્ડિંગ
- મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી
- મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું
અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E058નું ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હૈદરાબાદ એરપોર્ટને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો કે ઈન્ડિગોની ફ્લાઈટમાં મક્કા મદીનાથી હૈદરાબાદ મુસાફરી કરી રહેલા મોહમ્મદ નામની વ્યક્તિએ કેપ્સ્યૂલ ગળી છે. આ કેપ્સ્યૂલથી માનવબોમ્બ એટેક થશે. આ મેલ બાદ હૈદરાબાદ ATCએ ફ્લાઇટનું ઈમર્જન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવ્યું હતું. ધમકીભર્યો મેલ મળતાં જ ફ્લાઇટને તાત્કાલિક અમદાવાદ એરપોર્ટ પર બપોરે 12 વાગ્યે લેન્ડ કરાઈ હતી. ફ્લાઇટમાં 180થી વધારે પેસેન્જર અને 6 ક્રૂ-મેમ્બર હાજર હતા.
Next Article