Ahmedabad : પોલીસ 400થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરી
Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા, તેના પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે.
10:23 AM Apr 26, 2025 IST
|
Hardik Shah
Pahalgam Terrorist Attack : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા, તેના પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ હુમલાને કારણે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી, અને 25 એપ્રિલની મોડી રાતથી અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા વિદેશી નાગરિકો સામે ગુજરાત પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશનમાં 400થી વધુ બાંગ્લાદેશી નાગરિકો અમદાવાદમાં અને 100થી વધુ સુરતમાં અટકાયતમાં લેવાયા. આ ઝડપાયેલા લોકોમાં પુરુષો અને મહિલાઓ બંનેનો સમાવેશ થાય છે. હાલ તેમના દસ્તાવેજોની તપાસ અને પૂછપરછ ચાલી રહી છે, જેમાં ચોંકાવનારી હકીકત સામે આવી કે કેટલાકે ગેરકાયદે રીતે ભારતના આધાર કાર્ડ પણ બનાવ્યા છે.
Next Article