Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈ પોલીસ સજ્જ

ભગવાન જગન્નાથજીની 148 મી રથયાત્રાને લઈ પોલીસ પોલીસ પ્રશાસન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રથયાત્રામાં ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જણાવ્યું હતું.
Advertisement

અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પોલીસ પ્રશાસનન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે તેમજ ક્રાઈમ બ્રાન્ચના ACP ભરત પટેલે જણાવ્યું હતું. રથયાત્રામાં ભીડમાં કોઈ સમસ્યા ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ થશે. આઈટી ફિલ્ટના વિદ્યાર્થીઓની પણ મદદ લેવાશે. તેમજ સીસીટીવી ના બાબતે કોઈ સ્થળ બાકી નહી રહે. તેમજ ડ્રોન અને સીસીટીવી ના વીડિયો સ્ક્રીન પર આવશે. થર્મલ ઈમેજથી કેટલાક શ્રદ્ધાળુઓ હાજર છે તે તપાસ થશે. કોઈ બનાવ બને તો ક્યાંથી બહાર ઉગારી શકાય તેવા પ્રયાસો અને વ્યવસ્થા ગોઠવાશે. સલામતીમાં વધારો કરવા બાબતોમાં ધ્યાન રખાશે. એક્ઝિટ રૂટ અને વ્યવસ્થાની કાળજી રાખશે.

ભીડવાળા સ્થળોએ કેટલા શ્રદ્ધાળુ હાજર છે તે જાણી શકાશે

ટેક્નોલોજી ની મદદ થી 500 માણસો હોય અને ખબર પડે કે 1500 માણસો આવી જાય તો વ્યવસ્થા કરવામાં આવશે. જરૂર જણાય ત્યાં કોર્ડન કરી જગ્યા ક્રાઉડ કેમેરા બ્લેક એન્ડ વ્હાઈટ ઇમેજથી પણ ટેક્નોલોજી કામ કરશે. તેમજ સોફ્ટવેરમાં ઉપયોગી બાબતોની ચકાસણી થશે. 148 મી 2025 ની રથયાત્રાની શાંતિપૂર્ણ માહોલમાં થાય તે ખાસ ઉદ્દેશ છે. સોફ્ટવેર હાલ ડેવલપ થઈ રહ્યું છે. લાઇવ કવરેજ અને તજજ્ઞો દ્વારા રથયાત્રામાં ભીડ ના થાય અને ખુલ્લી જગ્યા ના ઉપયોગ સાથે સંકલન કરવામાં આવશે. જર્જરીત મકાનોમાં AMC દ્વારા બોર્ડ લગાવામાં આવ્યા અને ત્યાં બંદોબસ્ત પણ રહશે. મુખ્ય કન્ટ્રોલ રૂમ પર સોફ્ટવેર અને ક્રાઈમ બ્રાન્ચ પર 2 કંટ્રોલ રૂમ થી આ સોફ્ટવેર કામ કરશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×