ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડનું પુનરાવર્તન, પૂર્વ પતિએ યુવતીના ગળા અને પેટમાં છરીના માર્યા ઘા

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ પણ હજુ કેટલાક નરાધમો સુધારવાનું નામ ના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જોધપુર ગામમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને યુવકે જાહેરમાં જ યુવતીને પેટના અને ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. જોકે, યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી વિરુદ્ધમાં હત્યાના
04:31 AM Apr 20, 2022 IST | Vipul Pandya
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ પણ હજુ કેટલાક નરાધમો સુધારવાનું નામ ના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જોધપુર ગામમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને યુવકે જાહેરમાં જ યુવતીને પેટના અને ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. જોકે, યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી વિરુદ્ધમાં હત્યાના
સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસ બાદ પણ હજુ કેટલાક નરાધમો સુધારવાનું નામ ના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા જોધપુર ગામમાં યુવતીએ છૂટાછેડા આપી દેતા ફરીથી ઘર વસાવવા માટે દબાણ કરીને યુવકે જાહેરમાં જ યુવતીને પેટના અને ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. જોકે, યુવતીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે આરોપી વિરુદ્ધમાં હત્યાના પ્રયત્ન સહિતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 
શહેરના મલાવ તળાવ નજીક રહેતી અને જોધપુર ગામમાં એક દુકાનમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીના પતિના મૃત્યુ બાદ તેના લગ્ન જાન્યુઆરી 2022 માં નવરંગપુરા ગામમાં રહેતા આકાશ ઠાકોર નામના યુવક સાથે થયા હતા. જોકે, આકાશ યુવતીને વારંવાર હેરાન પરેશાન કરતો હોવાથી યુવતીએ તેની સાથે છૂટાછેડા લીધા હતા. બાદમાં તેના માતા-પિતા સાથે રહેતી હતી. મંગળવારે સવારે તે નિયત સમય મુજબ નોકરી પર ગઈ હતી. જોકે, રાત્રિના સવા નવ વાગ્યાની આસપાસ તેણે તેના પિતાને ફોન કરીને જાણ કરી હતી કે તેના પૂર્વ પતિ આકાશ ઠાકોરે તેને પેટના અને ગળાના ભાગે છરીના ઘા માર્યા છે. અને તે રોડ પર પડેલી છે. જોકે, અન્ય એક વ્યક્તિએ પણ યુવતીના મોબાઈલથી વાત કરીને તેના પિતાને આ બાબતની જાણ કરી હતી કે જોધપુર ગામમાં આવેલા ટાવર સામે કોઈ અજાણ્યા ઇસમે યુવતીને છરીના ઘા માર્યા છે. 
જે અંગેની જાણ થતા જ યુવતીના પિતા અને પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવતીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી છુટાછેડા બાદ યુવતીને ફરી ઘર વસાવવા માટે દબાણ કરતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હોવાનો આરોપ યુવતીના પિતાએ લગાવ્યો છે. આ મામલે આનંદનગર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ આકાશ ઠાકોર સામે ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
Tags :
AhmedabadCrimeex-husbandgrishmamurderGujaratGujaratFirstSurat
Next Article