Ahmedabad Serial Blast Case : હાઇકોર્ટના ચુકાદાને લઇ DyCM HarshBhai Sanghavi નું નિવેદન
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે
Advertisement
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા ટ્રાયલ કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે, જેમાં આતંકવાદી હુમલા માટે જવાબદાર 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા પર મહોર મારી છે. હાઇકોર્ટના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પીડિત પરિવારોને આજે ન્યાય મળ્યો છે. હાઇકોર્ટે આરોપીઓની સજા યથાવત રાખી છે. શાંતિપ્રિય દેશો માટે આ ચુકાદો ઐતિહાસિક છે.........જુઓ અહેવાલ......

