Ahmedabad : સેવન્થ ડે શાળા 'નયન' વિહોણી વાલીઓની આત્મા ઝંખે 'ન્યાય'!
Ahmedabad : ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાની ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે.
08:48 AM Aug 21, 2025 IST
|
Hardik Shah
Ahmedabad : ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાની ઘટનાએ શહેરમાં હડકંપ મચાવ્યો છે. પ્રાથમિક તપાસમાં સ્કૂલની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના પગલે અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)એ રાજ્યના શિક્ષણ વિભાગમાં વિગતવાર રિપોર્ટ સબમિટ કર્યો છે. આ ઘટનાએ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિસ્તના મુદ્દે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
પ્રાથમિક તપાસમાં શું ખુલ્યું?
19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કામુક્કીની નજીવી બાબતે ઝઘડો થયો, જે દરમિયાન ધો. 8ના સગીર વિદ્યાર્થીએ નયન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. ઇજાગ્રસ્ત નયનનું 20 ઓગસ્ટની સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ થયું.
Next Article