ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદની શિક્ષિકાને જેલના સળિયા ગણવાનો આવ્યો વારો, જાણો એવું તો શું કર્યુ?

અમદાવાદની એક શિક્ષિકાએ વ્હોટ્સએપના સ્ટેટસમાં ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનો વિવાદિત વિડીયો રાખતા તેને પોલીસ સ્ટેશનના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. મહિલા પોલીસે મનીષા ભાવસાર નામની  46 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા વ્યવસાયે પ્રખ્યાત સ્કૂલની શિક્ષીકા છે. આ મહિલા આરોપીની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મનીષા બેન ભાવસારે એક અઠવાડિયા પહેલા વ્હોટ્સએપ સ્ટેટ્
01:33 PM Apr 27, 2022 IST | Vipul Pandya
અમદાવાદની એક શિક્ષિકાએ વ્હોટ્સએપના સ્ટેટસમાં ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનો વિવાદિત વિડીયો રાખતા તેને પોલીસ સ્ટેશનના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. મહિલા પોલીસે મનીષા ભાવસાર નામની  46 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા વ્યવસાયે પ્રખ્યાત સ્કૂલની શિક્ષીકા છે. આ મહિલા આરોપીની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મનીષા બેન ભાવસારે એક અઠવાડિયા પહેલા વ્હોટ્સએપ સ્ટેટ્
અમદાવાદની એક શિક્ષિકાએ વ્હોટ્સએપના સ્ટેટસમાં ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારનો વિવાદિત વિડીયો રાખતા તેને પોલીસ સ્ટેશનના સળિયા ગણવાનો વારો આવ્યો હતો. 
મહિલા પોલીસે મનીષા ભાવસાર નામની  46 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આ મહિલા વ્યવસાયે પ્રખ્યાત સ્કૂલની શિક્ષીકા છે. આ મહિલા આરોપીની એક ભૂલના કારણે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મનીષા બેન ભાવસારે એક અઠવાડિયા પહેલા વ્હોટ્સએપ સ્ટેટ્સમાં ચોક્કસ ધર્મને લઈને લાગણી દુભાય તે પ્રકારે એક વિવાદિત વિડીયો રાખ્યો હતો. આ વિડીયોના કારણે જ આજે એક શિક્ષિકાને ગુનેગાર થઇ પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે.
સુભાષ બ્રિજ ખાતે રહેતા મનીષા ભાવસાર આમ તો શિક્ષણ જગતના નિષ્ણાત છે. સમાજમાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરાવે છે. એક નાની ભૂલે આ શિક્ષિકાને કાયદાનો પાઠ ભણાવી દીધો છે. અમદાવાદના એક વેપારીએ મનીષાએ મુકેલા સ્ટેટ્સ જોઈ અમદાવાદ સાયબર ક્રાઇમ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે શિક્ષિકા વિરુદ્ધ પુરાવા એકત્ર કરી ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ નહીં તો તમારી એક ભૂલ જેલના સળિયા પાછળ ધકેલી શકે છે.
Tags :
CybercrimeGujaratFirststatusTeacher
Next Article