Ahmedabad theft CCTV: મોબાઇલમાં મગ્ન કર્મચારી, જાહેરમાં લૂંટાયો
Ahmedabad theft CCTV: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોકના ઘાંચીની પોળમાં બુલિયનના એક કર્મચારીની બેદરકારીને કારણે 5 લાખની રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Advertisement
Ahmedabad theft CCTV: અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોકના ઘાંચીની પોળમાં બુલિયનના એક કર્મચારીની બેદરકારીને કારણે 5 લાખની રોકડ રકમની ચોરીની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં જોવા મળે છે કે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેલા કર્મચારીની પાછળ અજાણ્યા ટોપીધારી શખ્સે આવીને તક સાધી બેગમાંથી એક પછી એક રોકડના બંડલ સેરવી લીધા હતા. આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા બાદ બુલિયનના સંચાલકે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


