અમદાવાદમાં TRB જવાને ટ્રાફિક PSI ને આપી જાનથી મારી નાખવાની ધમકી: વાસણામાં ફરિયાદ
Traffic Police Ahmedabad: અમદાવાદ શહેરમાં કાયદાનું પાલન કરાવતી પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ વચ્ચેનો એક અત્યંત ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. સામાન્ય રીતે પ્રજા સામે ખાખી વર્દીનો રોફ જમાવતા તત્વો હવે પોતાના જ ઉપરી અધિકારીઓ સામે દાદાગીરી કરતા અચકાતા નથી. આવો...
Advertisement
Traffic Police Ahmedabad: અમદાવાદ શહેરમાં કાયદાનું પાલન કરાવતી પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ વચ્ચેનો એક અત્યંત ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. સામાન્ય રીતે પ્રજા સામે ખાખી વર્દીનો રોફ જમાવતા તત્વો હવે પોતાના જ ઉપરી અધિકારીઓ સામે દાદાગીરી કરતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો અમદાવાદના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળ સામે આવ્યો છે, જ્યાં ફરજ પર ગેરહાજર રહેલા એક ટીઆરબી જવાને ખુદ ટ્રાફિક પીએસઆઈને ગાળો ભાંડીને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી હતી. આ સમગ્ર મામલે વાસણા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

