Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : અશાંત ધારાનો ભંગ! પાલડીના 9 બંગલા મૂળ હિન્દુ માલિકોને પરત

Ahmedabad : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં અશાંત ધારા (Disturbed Areas Act)નો ભંગ થવાના મામલે કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે. ડેપ્યુટી સિટી કલેક્ટર (પશ્ચિમ અમદાવાદ)ની કોર્ટ દ્વારા 9 બંગલાના વેચાણ દસ્તાવેજોને રદબાતલ (Null and Void) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, અને આ બંગલા હવે મૂળ હિન્દુ માલિકોને પરત આપવામાં આવશે.
Advertisement
  • અમદાવાદ અશાંત ધારા મામલે કલેક્ટરની મોટી કાર્યવાહી
  • પાલડીમાં 9 બંગલા મૂળ માલિકોને પરત આપવામાં આવશે
  • નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીના બંગલા
  • નવ હિન્દુ માલિકો દ્વારા વેચાણ કરેલ દસ્તાવેજ રદબાતલ કરાયા
  • ડેપ્યુટી સીટી કલેકટર પશ્ચિમ અમદાવાદની કોર્ટ દ્વારા હુકમ
  • જવાબદાર સામે ફોજદારીનો ગુનો દાખલ કરવા મામલતદારને હુકમ
  • દસ્તાવેજ રદબાતલ થતા સ્થાનિક હિન્દુ પરિવારોમાં ખુશીની લાગણી
  • એલિસબ્રિજના MLA અમિતભાઈ શાહ દ્વારા કરાઈ હતી રજૂઆત
  • એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહનું નિવેદન
  • "નૂતન સર્વોદય સોસાયટીમાં અશાંતધારાનો ભંગ થયો હતો"
  • CM અને DyCMને રજુઆત કરી હતી જે બાદ કાર્યવાહી થઈ"

Ahmedabad : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સર્વોદય કોપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં અશાંત ધારા (Disturbed Areas Act)નો ભંગ થવાના મામલે કલેક્ટરે મોટી કાર્યવાહી કરી છે. ડેપ્યુટી સિટી કલેક્ટર (પશ્ચિમ અમદાવાદ)ની કોર્ટ દ્વારા 9 બંગલાના વેચાણ દસ્તાવેજોને રદબાતલ (Null and Void) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, અને આ બંગલા હવે મૂળ હિન્દુ માલિકોને પરત આપવામાં આવશે.

એલિસબ્રિજના MLA અમિતભાઈ શાહ દ્વારા કરાઈ હતી રજૂઆત

આ અંગે એલિસબ્રિજના ધારાસભ્ય અમિતભાઈ શાહે મુખ્યમંત્રી (CM) અને નાયબ મુખ્યમંત્રી (DyCM)ને રજૂઆત કરી હતી. ધારાસભ્ય અમિતભાઈ શાહના નિવેદન મુજબ, આ સોસાયટીમાં અશાંત ધારાનો ભંગ થયો હતો, જેના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, કલેક્ટર દ્વારા જવાબદાર વ્યક્તિઓ સામે ફોજદારી ગુનો (Criminal Case) દાખલ કરવા માટે મામલતદારને આદેશ આપવામાં આવ્યો છે. દસ્તાવેજો રદ થતાં સ્થાનિક હિન્દુ પરિવારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો :   Ahmedabad : 7 વર્ષ જૂનો પાટીદાર અનામત આંદોલન કેસ : વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ સામે આજે કોર્ટમાં ચાર્જ ફ્રેમ

Advertisement

Tags :
Advertisement

.

×