વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂત ભારે રોષ ફેલાયો
વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કૌભાંડને એક વર્ષ થવા છતાં ફરિયાદ નોંધવામાં મોડું થઇ રહ્યું છે. જે સરકાર અને સ્થાનિક તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરે છે.
09:20 AM Jan 24, 2025 IST
|
Hardik Shah
- વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂત આક્રોશમાં
- કૌભાંડ થયાના 1 વર્ષ બાદ ફરિયાદ કરાઈ: ખેડૂત
- ડાંગર ઉત્પાદન થતું ના હોય તે ખેડૂતને પૈસા ચુકવ્યા: ખેડૂત
- નળકાંઠા વિસ્તારમાં મોટાભાગના ખેડૂતના પૈસા બાકી: ખેડૂત
- માંડલ, પાટડી તાલુકામાં ડાંગર થતા જ નથી: ખેડૂત
- MLA હાર્દિક પટેલ પાસે ફોટો પડાવ્યો તેને કેમ પકડતા નથી?: ખેડૂત
Viramgam : વિરમગામમાં ડાંગર કૌભાંડને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કૌભાંડને એક વર્ષ થવા છતાં ફરિયાદ નોંધવામાં મોડું થઇ રહ્યું છે. જે સરકાર અને સ્થાનિક તંત્રની ભૂમિકા પર પ્રશ્નો ઊભા કરે છે. નળકાંઠા વિસ્તાર અને માંડલ-પાટડી તાલુકામાં, જ્યાં ડાંગરનું ઉત્પાદન થતું જ નથી, ત્યાંના ખેડૂતોના નાણાં ચુકવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રના મોટાભાગના ખેડૂતોના હકના પૈસા હજુ બાકી છે, જે તેમને આર્થિક મુશ્કેલીઓમાં ધકેલી રહ્યા છે. ખેડૂતોના આક્રોશમાં એવા પ્રશ્નો પણ ઉઠ્યા છે કે જો MLA હાર્દિક પટેલ સાથે કૌભાંડના આરોપીઓએ ફોટા પડાવ્યા હોય, તો તેમને પૂછપરછથી કેમ બાકાત રાખવામાં આવ્યા છે? આ ઘટનાએ ખેડૂતોના વિશ્વાસને ઘા પહોંચાડી છે અને તેમને ન્યાયની લડાઈ માટે મેદાનમાં ઉતરવા મજબૂર કરી દીધા છે.
Next Article