Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર AIMIMના નેતાની ધરપકડ

સોશિયલ મીડિયા ઉપર વિવાદીત ટિપ્પણી કરવા અંગે વધુ એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. જ્ઞાનવાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિà
જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા શિવલિંગ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર aimimના નેતાની ધરપકડ
Advertisement
સોશિયલ મીડિયા ઉપર વિવાદીત ટિપ્પણી કરવા અંગે વધુ એક વ્યક્તિ સામે ગુનો નોંધાયો છે. જ્ઞાનવાપી મસ્જિદ અંગે કોર્ટમાં ચાલી રહેલી મેટર વચ્ચે મસ્જિદમાંથી મળી આવેલા શિવલિંગ બાબતે સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક ઉપર વિવાદિત ટિપ્પણી કરનાર રાજકીય પક્ષના પ્રવક્તા દાનિશ કુરેશી સામે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક ઉપર વિવાદિત પોસ્ટ કરવા મામલે રાજકીય પાર્ટી AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશી સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી છે.  મહત્વનું છે કે હિન્દુ દેવી દેવતાઓ વિશે પોસ્ટ લખી તેમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું હતું, જે બાબતને લઈને અમદાવાદમાં વાસણા અને નરોડા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે.
 સોશિયલ મીડિયા ઉપરની પોસ્ટના કારણે દેશભરમાં હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને હાલમાં ચાલી રહેલા જ્ઞાનવાપી મસ્જિદના મુદ્દાને લઈને કોર્ટમાં જ્યારે સમગ્ર બાબત ચાલતી હોય ત્યારે અમદાવાદ શહેરમાં AIMIM ના પ્રવક્તા દ્વારા કરવામાં આવેલા પોસ્ટમાં શિવલિંગ અંગે લખાયેલા લખાણ અને પ્રશ્નને લઈને વિવાદ વકરતા ચર્ચાનો વિષય બન્યો છે. દાનિશ કુરેશીએ પોતે મૂકેલી પોસ્ટ અંગે કોઈ પણ ધર્મની લાગણી ન દુભાય હોય તેવું નિવેદન આપ્યું છે. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકવા બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમમાં અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો જેથી અમદાવાદ સાયબર ક્રાઈમને પોસ્ટ મૂકનાર દાનિશની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.
 સોશિયલ મીડિયા ઉપરની એક પોસ્ટના કારણે ધંધુકામાં કિશન ભરવાડની હત્યા જેવી ગંભીર ઘટના બની હતી તેવામાં કોઈ પણ ધર્મની લાગણી દુભાય તેવી પોસ્ટ ન મૂકવા માટે શહેર પોલીસે અપીલ કરી છે અને આ મુદ્દાની ગંભીરતાને ધ્યાને રાખીને વધુ કાર્યવાહી સાયબર ક્રાઇમ દ્વારા હાથ ધરવામાં આવી છે.
Tags :
Advertisement

.

×