Mehsana માં આવતીકાલે યોજાશે Air Force નો Air Show
- વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટીમનો શો યોજાશે
- આવતીકાલે સવારે 9 કલાકે યોજાશે એર શો
- ભારતીય વાયુસેનાની ટીમ આકાશમાં લહેરાવશે ત્રિરંગો
- સૂર્યકિરણ ટીમ 9 જેટ્સ દ્વારા એર શો પ્રસ્તુત કરશે
- યુવાનોને સશસ્ત્રદળોમાં જોડાવવા પ્રેરિત કરવાનો હેતુ
- એશિયાની ગૌરવશાળી ટીમ છે સૂર્યકિરણ એરોબેટિક ટીમ
- સૂર્યકિરણની ટીમ 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય શો કરી ચુકી છે
- જેટ્સ 900થી 1 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે
- આવતીકાલે જોવા મળશે દિલધડક કૌશલ્ય !
દેશના યુવાનોને સશસ્ત્ર દળોમાં જોડાવવા પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારતીય વાયુસેનાની ગૌરવશાળી સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે એક ભવ્ય એર શો યોજાશે. એશિયાની શ્રેષ્ઠ ટીમોમાંની એક ગણાતી સૂર્યકિરણની ટીમ, નવ જેટ્સ દ્વારા આકાશમાં અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કરશે.આ શો દરમિયાન, સૂર્યકિરણ ટીમ પોતાના જેટ્સ દ્વારા આકાશમાં ત્રિરંગો લહેરાવીને દેશભક્તિનો માહોલ સર્જશે. આ જેટ્સ 900 થી 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરે છે, જેના કારણે પ્રેક્ષકોને દિલધડક અને રોમાંચક એરોબેટિક્સ જોવા મળશે.સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં 700થી વધુ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એર શો સફળતાપૂર્વક પ્રસ્તુત કરી ચૂકી છે. આ શો યુવાનોને વાયુસેનાની તાકાત અને તેની ગૌરવશાળી પરંપરાથી પરિચિત કરાવશે. આવતીકાલે ભારતીય વાયુસેનાના પાઇલટ્સનું અદ્ભુત કૌશલ્ય જોવા માટે તૈયાર રહો. આ અંગેનો જુઓ સમગ્ર અહેવાલ....