Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Air India and indigo wings collided in mumbai : એરપોર્ટ પર ક્ષણભર માટે મુસાફરોના શ્વાસ થંભી ગયા

Air India and indigo wings collided in mumbai : મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને ઈન્ડિગોના વિમાનો વચ્ચે પાંખો અથડાતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. જોકે, અહીં મોટી દુર્ઘટના ટળી હતી. મંગળવારે ટેક્સીવે પર બનેલી આ ઘટના સમયે બંને વિમાનો મુસાફરોથી ભરેલા હતા, પરંતુ સદનસીબે તમામ સુરક્ષિત છે. ત્યારબાદ બંને વિમાનોને ગ્રાઉન્ડેડ કરી DGCA દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
Advertisement
  • Air India and indigo wings collided in mumbai
  • મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી
  • એર ઇન્ડિયા અને ઇન્ડિગો વિમાનની પાંખો અથડાઈ
  • પાંખો અથડાઈ ત્યારે બન્ને વિમાનોમાં મુસાફરો હતા સવાર
  • આ અકસ્માતમાં મુસાફરો સુરક્ષિત

Air India and indigo wings collided in mumbai : મુંબઈના એરપોર્ટ પર ગત મંગળવારે, 3 ફેબ્રુઆરી 2026ના રોજ એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી, જેમાં ટેક્સીવે પર એર ઈન્ડિયા અને ઇન્ડિગોના બે વિમાનોની પાંખો પરસ્પર અથડાઈ (Air India and indigo wings collided in mumbai) હતી. આ ઘટના ત્યારે બની જ્યારે હૈદરાબાદથી આવેલી ઇન્ડિગોની ફ્લાઇટ (6E 791) લેન્ડિંગ બાદ ટેક્સી કરી રહી હતી અને તેની પાંખનો ભાગ કોઈમ્બતુર જવા માટે તૈયાર ઉભેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ (AI 2732) સાથે અથડાયો હતો.

અકસ્માતમાં મુસાફરો સુરક્ષિત

સદનસીબે, જમીન પર થયેલી આ ટક્કરમાં બંને વિમાનોમાં સવાર મુસાફરો કે ક્રૂ મેમ્બર્સમાંથી કોઈને પણ ઈજા પહોંચી નથી અને તમામ સુરક્ષિત છે. અકસ્માત બાદ પ્રોટોકોલ મુજબ બંને વિમાનોને ટેકનિકલ તપાસ માટે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા અને એર ઈન્ડિયા (Air India) એ તેના મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરી હતી. હાલમાં ઉડ્ડયન નિયમનકાર (DGCA) દ્વારા આ ક્ષતિ પાછળના કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે અને એરપોર્ટની કામગીરી પણ રાબેતા મુજબ કરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો :  Mumbai : એરપોર્ટ પર એર ઈન્ડિયા-ઈન્ડિગો વિમાનોની પાંખો ટકરાઈ, મોટો હાદસો ટળ્યો

Advertisement

Tags :
Advertisement

.

×