હવાઈ મુસાફરી થશે મોંઘી, ઓઇલ કંપનીએ એર ફ્યુઅલના ભાવમાં કર્યો 2 ટકાનો વધારો
આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. એરલાઈન્સ કંપનીઓ હવાઈ મુસાફરી મોંઘી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે, સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો છે. ATFની કિંમતો ટોચની સપાટી એ પહોંચ્યા છે. ત્રણ મહિનાથી ઓછા સમયમાં ATFના ભાવમાં આ સાતમો વધારો છે.જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ જણાવ્યું હતું કે ATF(àª
Advertisement
આવનારા દિવસોમાં હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. એરલાઈન્સ કંપનીઓ હવાઈ મુસાફરી મોંઘી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં વધારાને કારણે, સરકારી ઓઇલ કંપનીઓએ ફરી એકવાર એરક્રાફ્ટ ફ્યુઅલ (ATF)ના ભાવમાં 2 ટકાનો વધારો કર્યો છે. ATFની કિંમતો ટોચની સપાટી એ પહોંચ્યા છે. ત્રણ મહિનાથી ઓછા સમયમાં ATFના ભાવમાં આ સાતમો વધારો છે.
જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ જણાવ્યું હતું કે ATF(એર ટર્બાઇન ફ્યુઅલ)ની કિંમત રાષ્ટ્રીય રાજધાનીમાં 1,10,666.26 કિલોલિટરથી 2 ટકા વધીને 1,12,924 રૂપિયા પ્રતિ કિલોલિટર થઈ ગઈ છે. આ ATFનું સર્વોચ્ચ સ્તર છે. ઓગસ્ટ 2008માં ATFની કિંમત રૂ. 71,028.26 પ્રતિ કિલોલીટર હતી, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત બેરલ દીઠ US $ 147ને સ્પર્શી ગઈ હતી.
ઓઈલ કંપનીઓ દર પખવાડિયે હવાઈ ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. સરકારી ઓઈલ કંપનીઓને પેટ્રોલ, ડીઝલ અને એર ઈંધણની કિંમત નક્કી કરવાનો અધિકાર છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયા બાદ આ કંપનીઓ એર ઈંધણના ભાવમાં સતત વધારો કરી રહી છે.


