ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નગર પાલિકાને વિમાન તાલીમ સેવા બની માથાના દુખાવા સમાન

મહેસાણા એરપોર્ટ પર ચાલતી પાયલોટ તાલીમ શાળા નગરપાલિકાને ફળતી નથી.પાયલોટ તાલીમ શાળાઓને કારણે નગરપાલિકાની 8 કરોડ કરતા વધુની રકમ અટવાઈ છે.અને આ રકમ ક્યારે મળશે તેનો જવાબ કોઈની પાસે નથી. મહેસાણા એરપોર્ટ ઉપર અત્યાર સુધી બે કંપનીઓએ પાયલોટ તાલીમ શાળાઓ ચલાવી છે.પણ આ બંને કંપનીઓએ તાલીમ શાળા માટે એરપોર્ટ તો મેળવી લીધું.પણ તાલીમ શાળાઓ ચલાવવા બદલ જરૂરી વેરો ભરપાઈ કરવાનું જ ભૂલી ગઈ.આ કારણે ભà«
05:31 PM Dec 26, 2022 IST | Vipul Pandya
મહેસાણા એરપોર્ટ પર ચાલતી પાયલોટ તાલીમ શાળા નગરપાલિકાને ફળતી નથી.પાયલોટ તાલીમ શાળાઓને કારણે નગરપાલિકાની 8 કરોડ કરતા વધુની રકમ અટવાઈ છે.અને આ રકમ ક્યારે મળશે તેનો જવાબ કોઈની પાસે નથી. મહેસાણા એરપોર્ટ ઉપર અત્યાર સુધી બે કંપનીઓએ પાયલોટ તાલીમ શાળાઓ ચલાવી છે.પણ આ બંને કંપનીઓએ તાલીમ શાળા માટે એરપોર્ટ તો મેળવી લીધું.પણ તાલીમ શાળાઓ ચલાવવા બદલ જરૂરી વેરો ભરપાઈ કરવાનું જ ભૂલી ગઈ.આ કારણે ભà«
મહેસાણા એરપોર્ટ પર ચાલતી પાયલોટ તાલીમ શાળા નગરપાલિકાને ફળતી નથી.પાયલોટ તાલીમ શાળાઓને કારણે નગરપાલિકાની 8 કરોડ કરતા વધુની રકમ અટવાઈ છે.અને આ રકમ ક્યારે મળશે તેનો જવાબ કોઈની પાસે નથી. મહેસાણા એરપોર્ટ ઉપર અત્યાર સુધી બે કંપનીઓએ પાયલોટ તાલીમ શાળાઓ ચલાવી છે.પણ આ બંને કંપનીઓએ તાલીમ શાળા માટે એરપોર્ટ તો મેળવી લીધું.પણ તાલીમ શાળાઓ ચલાવવા બદલ જરૂરી વેરો ભરપાઈ કરવાનું જ ભૂલી ગઈ.આ કારણે ભૂતકાળમાં તાલીમ શાળા ચલાવનાર ટ્રિપલ એ કંપનીના 7.68 કરોડ તો હાલમાં પાયલોટ તાલીમ શાળા ચલાવતી બ્લ્યુ રે કંપની પાસેથી 1.25 કરોડ રૂપિયા વેરા પેટે વસુલવાના બાકી છે.ટ્રિપલ એ કંપનીએ તો ઉઠમણું કરી દીધું છે. તો બ્લ્યુ રે કંપની છેલ્લા 2 વર્ષથી વેરો ભરી નથી રહી. આ બંને તાલીમ શાળાઓ એક બીજા ઉપર જવાબદારી ઢોળી દઈ છટકી જવાનો પ્રયાસ કરી રહી છે.ત્યારે આ કરોડોનો બાકી વેરો કેવી રીતે વસુલવો તે એક મોટો સવાલ ઉભો થયો છે.
મહેસાણાનું એરોડ્રામ વર્ષો પછી ફરી એક વખત વિવાદનું કારણ બન્યુ છે..ભૂતકાળમાં વિમાની મથક બનાવવાના નામે ખેડૂતોની જમીન સંપાદિત કરી દેવાયા બાદ આ સ્થળે એવિએશન કંપની શરૂ કરી દેવાતાં છેડાયેલો વિવાદ હજુ શમ્યો નથી..ત્યાં એરપોર્ટ ઉપર અત્યાર સુધી કાર્યરત બે પાયલોટ તાલીમ શાળા કંપનીએ 8 કરોડ રૂપિયા જેટલી જંગી રકમનો ટેક્ષ ચૂકવવામાં હાથ અધ્ધર કરી દીધા છે..આ મામલો હાઇકોર્ટમાં ગયા પછી કોર્ટ દ્વારા પણ વચગાળાનો હુકમ કરી ટેક્ષ ભરપાઇ કરી દેવાનો સ્પષ્ટ નિર્દેશ કરાયો છે..આમ છતાં ભૂતકાળમાં  એરોડ્રામમાં પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવતી અમદાવાદ એવિએશન કંપની પાસેથી 7.62 કરોડનો ટેક્ષ વસૂલી શકાયો નથી.આ ભાંજગડ વચ્ચે એરપોર્ટ ઉપર ટ્રિપલ એ કંપનીની કામગીરીઓ બંધ થયા બાદ શરૂ થયેલી બ્લ્યુ રે એવિએશન કંપનીમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ છે.ટ્રિપલ એ કંપની ની જેમ હવે બ્લુ રે કંપનીએ પણ છેલ્લા બે વર્ષ થી વેરો ભર્યો નથી. આ કારણે બ્લુ રે કંપની નો બાકી વેરો પણ 1.30 કરોડ આસપાસ પહોંચી ગયો છે. 
બીજી તરફ નગરપાલિકા હવે આ મામલે લડી લેવાના મૂડમાં છે..નગરપાલિકા હવે એરોડ્રામ કંપનીઓને બાજુ પર મૂકી સરકાર પાસે આ એરોડ્રામની જગ્યાનો ટેક્ષ માગી રહી છે.આ મામલે નગરપાલિકા દ્વારા જિલ્લા કલેકટરને લેખિત પણ મોકલી અપાયુ છે..અને શ્રી સરકાર એટલે કે,જિલ્લા કલેકટરની ટેક્ષ ભરવાની જવાબદારી પાલિકાએ નિયત કરી છે..અને આ બાબતે જિલ્લા કલેક્ટર ને યોગ્ય પગલાં ભરવા પણ માગણી કરવામાં આવી છે.
મહેસાણા શહેરમાં આમ તો એરોડ્રામનો મામલો વર્ષોથી ગૂંચવાયેલો છે..વર્ષો પૂ્વે મહેસાણા શહેરમાં એરોડ્રામની સગવડ મળે તે માટે સરકારી તંત્ર દ્વારા ખેડૂતોની જમીન સંપાદિત કરાઇ હતી..પરંતુ ત્યારબાદ એરોડ્રામની નજીકના વિસ્તારમાં રહેણાંક મકાનો બની જતાં આ સ્થળ મોટા વિમાનોની ઉડાન માટે અયોગ્ય ઠેરવાયુ હતુ..તે વખતે જમીનના મૂળ માલિકોએ હેતુફેર થતો હોવાથી જમીન પરત આપવાની માગણી કરી હતી..
જો કે,સરકારે તે વખતે જમીન પરત આપવાને બદલે એવિએશન કંપનીને આ જગ્યા પાઇલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવવા માટે અપાઇ હતી..જે અન્વયે હવે આ જગ્યાની તમામ જવાબદારી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ ચલાવતી કંપનીઓની છે..પરંતુ જ્યારથી આ જગ્યામાં  એવિએશન કંપનીઓએ સ્કૂલ શરૂ કરી છે..ત્યારથી નગરપાલિકાને ટેક્ષ ચૂકવાયો નથી.આ મામલો હાઇકોર્ટ સુધી પણ પહોચ્યો હતો..જો કે,કોર્ટે પણ ટેક્ષ ભરપાઇ કરવાનો નિર્દેશ કર્યો હતો..આમ છતાં કંપનીઓ ટેક્ષ ભરપાઇ કરવા તૈયાર નથી..વેરો ચૂકવવાનો બદલે આ કંપનીઓ માલિકી હક્ક નો મુદ્દો ઉપસ્થિત કરી છટકવાનો પ્રયાસ કરી રહી છે.
કંપનીઓએ કોર્ટમાં એવો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે અમે માત્ર એરપોર્ટ નો થોડો ભાગ નો ઉપયોગ કરીએ છીએ.તો આખા એરપોર્ટનો વેરો શા માટે ચૂકવીએ? જો કે કોર્ટે કંપનીઓની આ દલીલ ફગાવી દીધી હતી.અને તેનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે હાલમાં આખા એરપોર્ટ નો કબજો તાલીમ શાળા ચલાવતી કંપનીઓ પાસે છે.અને જ્યારે તાલીમ શાળા ચાલતી હોય ત્યારે અન્ય કોઈ જ કામગીરી એરપોર્ટ ઉપર થઈ શકે નહીં
મહેસાણામાં આમ તો એરોડ્રામ દ્વારા ટેક્ષ નહી ભરવાનું પ્રકરણ નવુ નથી..આ અગાઉ પણ બબ્બે વખત પાલિકા દ્વારા એરોડ્રામ સીલ કરી દેવાયુ હતુ..આમ છતાં બાકી વેરો વસુલવાની દિશામાં ખાસ કોઈ પરિણામ મળ્યું નથી.તાલીમ શાળા ચલાવતી કંપનીઓ બદલાઈ પણ નગરપાલિકા માટે તો એ જ બાકો વેરા નો પ્રશ્ન ઠેર નો ઠેર છે.
આપણ  વાંચો- 31st ડિસેમ્બરને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર, શહેરમાં 14 હજાર પોલીસ કર્મચારીઓ રહેશે ખડેપગે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
airplaneGujaratFirstMehsanamunicipalcorporationPilottrainingtrainingservice
Next Article