ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાએ અમેરિકન એક્ટ્રેસને હગ કર્યું

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા અવારનવાર હેડલાઇન્સમાં ઠવાયેલી રહે છે. તેની ક્યુટનેસ અને અલગ સ્ટાઇલથી ફેન્સ ખુશ થાય છે.હવે આરાધ્યાએ કાન્સ પાર્ટીમાં અમેરિકન અભિનેત્રીને પ્રેમથી ગળે લગાવતી જોવા મળી હતી.  આરાધ્યાએ અમેરિકન એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે વાત કરીઅભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટ
09:55 AM May 19, 2022 IST | Vipul Pandya
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા અવારનવાર હેડલાઇન્સમાં ઠવાયેલી રહે છે. તેની ક્યુટનેસ અને અલગ સ્ટાઇલથી ફેન્સ ખુશ થાય છે.હવે આરાધ્યાએ કાન્સ પાર્ટીમાં અમેરિકન અભિનેત્રીને પ્રેમથી ગળે લગાવતી જોવા મળી હતી.  આરાધ્યાએ અમેરિકન એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે વાત કરીઅભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટ
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા અવારનવાર હેડલાઇન્સમાં ઠવાયેલી રહે છે. તેની ક્યુટનેસ અને અલગ સ્ટાઇલથી ફેન્સ ખુશ થાય છે.હવે આરાધ્યાએ કાન્સ પાર્ટીમાં અમેરિકન અભિનેત્રીને પ્રેમથી ગળે લગાવતી જોવા મળી હતી.  
આરાધ્યાએ અમેરિકન એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે વાત કરી
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અને અભિનેતા અભિષેક બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં હાજરી આપવા પહોંચી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઐશ્વર્યાનો લુક પણ સામે આવ્યો છે અને ચાહકો પણ તેને પસંદ કરી રહ્યા છે. તો હવે ફેન પેજ પરથી કેટલાક વીડિયો શેર કરવામાં આવ્યા છે, જેમાં ઐશ્વર્યા અમેરિકન એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે વાત કરી રહી છે. આ દરમિયાન ઇવા આરાધ્યાને પ્રેમથી હગ પણ કરે છે અને તેના પુત્ર સાથે પણ વાત કરે છે. ફેન્સને આરાધ્યાની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે અને લોકો સોશિયલ મીડિયા પર તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેક છવાયાં
ઐશ્વર્યાના ફેન પેજ પરથી બે વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં ઐશ્વર્યાએ ચમકદાર ગુલાબી આઉટફિટ પહેર્યો છે અને આરાધ્યા લાલ ડ્રેસમાં જોવા મળી રહી છે. તો ત્યાં અભિષેક બચ્ચને બ્લેક સૂટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હેન્ડસમ લુકમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ઐશ્વર્યા અમેરિકન એક્ટ્રેસ ઈવા લોંગોરિયા સાથે વાત કરી રહી છે અને પછી એક્ટ્રેસ અચાનક આરાધ્યાને જોઈને તેને ગળે લગાવે છે. આ દરમિયાન આરાધ્યા પણ અભિનેત્રીને પ્રેમથી મળે છે.
આરાધ્યા ઈવાના પુત્ર સાથે વાત કરે છે
તો બીજા વીડિયોમાં ઈવા તેના પુત્ર સાથે આરાધ્યાને વીડિયો કોલ પર વાત કરતી દેખાઇ રહી છે. આ દરમિયાન આરાધ્યા પોતાની ઓળખાણ આપતી વખતે પ્રેમથી તેનું નામ કહે છે. પછી એશ તેના પુત્રીને તેનું નામ પૂછે છે. ચાહકોને આરાધ્યાનું આ વર્તન ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
ચાહકોએ આરાધ્યાના વખાણ કર્યા
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો આરાધ્યાના આ વર્તનના વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે તેઓ જાણે છે કે કેવી રીતે મળવું અને વાત કરવી. તો ત્યાં એક ચાહકે લખ્યું - 'આ સંસ્કારો છે.' આરાધ્યા ઘણીવાર એશ સાથે જોવા મળે છે અને હંમેશા પાપારાઝી તરફથી પણ હસી પડે છે. લોકો ઐશ્વર્યા અને અભિષેકના ઉછેરના વખાણ કરે છે. જોકે, અભિષેક બચ્ચન હંમેશા આરાધ્યાના ઉછેર માટે અભિનેત્રીને શ્રેય આપે છે.
Tags :
aradhyabachhanasivryaraycansfilmfestivle2022GujaratFirst
Next Article