Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટ્રોલીંગ બાદ એશ્વર્યાએ લૂંટી મહેફિલ, ગોર્જીયસ લૂક વાયરલ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022નો ત્રીજો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો. ફિલ્મ આર્માગેડન ટાઈમના પ્રીમિયર પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન પણ રેડ કાર્પેટ પર મોહક અંદાજમાં જોવા મળી હતી. અહીં ગુલાબી રંગના ગાઉનમાં ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના લોકો દીવાના બન્યા. આ અગાઉના બે લુક્સને કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. આઉટફિટની પસંદગીથી લઈને તેના મેકઅપ સુધી લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. જોકે ત્રીજા દિવસà«
ટ્રોલીંગ બાદ એશ્વર્યાએ લૂંટી મહેફિલ  ગોર્જીયસ લૂક વાયરલ
Advertisement
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022નો ત્રીજો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો. ફિલ્મ આર્માગેડન ટાઈમના પ્રીમિયર પહેલા ઐશ્વર્યા રાય બચ્ચન પણ રેડ કાર્પેટ પર મોહક અંદાજમાં જોવા મળી હતી. અહીં ગુલાબી રંગના ગાઉનમાં ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના લોકો દીવાના બન્યા. આ અગાઉના બે લુક્સને કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી. આઉટફિટની પસંદગીથી લઈને તેના મેકઅપ સુધી લોકોએ અનેક સવાલો ઉઠાવ્યા હતા. જોકે ત્રીજા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચને 
ટ્રોલિંગ પછી ઐશ્વર્યા રાય બચ્ચન મેદાનમાં ઉતરી, રેડ કાર્પેટ લુકે હાહાકાર મચાવ્યો
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રીજા દિવસે ઐશ્વર્યા રાય બચ્ચનના લુકએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેણે પિંક કલરના આઉટફિટમાં રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી.કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના પહેલા દિવસે બધાએ ઐશ્વર્યા રાય બચ્ચનને  કર્યું. દીપિકા પાદુકોણ સહિત અન્ય તમામ ભારતીય અભિનેત્રીઓના લુક્સ પછી, બધા કહેતા હતા કે ઐશ્વર્યા રાય બચ્ચન દર વખતની જેમ ફેશનનું સ્તર વધારશે. 


લોકને તેના મેકઅપ અને ડ્રેસીંગની ફરિયાદ હતી
એક્ટ્રેસે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે એન્ટ્રી કરી અને પોતાના રેડ કાર્પેટ લુકથી બધાના દિલ જીતી લીધા. રેડ કાર્પેટ સિવાય ઐશ્વર્યા રાય બચ્ચનના વધુ બે લુક સામે આવ્યા હતા, જેના માટે તે ખૂબ ટ્રોલ થઈ રહી હતી. કાન્સ 2022માં એક ઈવેન્ટમાં ઐશ્વર્યા પિંક કલરના આઉટફિટમાં જોવા મળી હતી. લોકોને ઐશ્વર્યાનો આ લુક બિલકુલ પસંદ ન આવ્યો અને લોકોએ તેના મેકઅપની ફરિયાદ પણ કરી. ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે રેડ કાર્પેટ પર પહોંચીને દરેકની ફરિયાદો દૂર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.
ઐશ્વર્યા મહેફિલમાં છવાઇ
ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ત્રીજા દિવસે ફિલ્મ આર્માગેડન ટાઈમના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ પહેલા તે રેડ કાર્પેટ પર તમામ ફોટોગ્રાફર્સની સામે ખૂબ પોઝ આપતી જોવા મળી હતી. આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન પિંક કલરના ગાઉનમાં એટલી સુંદર લાગી રહી હતી કે બધા તેની સામે જોતા જ રહી ગયા. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય બચ્ચન જ્યારે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આવે છે ત્યારે તે અહીંની સુંદરતામાં વધારો કરે છે, પરંતુ આ વખતે તેનું ડેબ્યૂ બહુ સારું નહોતું અને લોકોએ તેના લૂકને લઈને નારાજગી પણ વ્યક્ત કરી હતી. વેલ, ત્રીજા દિવસે, તેણે રેડ કાર્પેટ પર સ્ટાઇલિશ રીતે આવીને બધાને ચોંકાવી દીધા.
Tags :
Advertisement

.

×