ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RRR મુદ્દે આલિયાએ આપ્યો ખુલાસો, કહ્યું કેમ પોસ્ટ ડિલિટ કરી

નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામચરણ સાથે કેમિયો રોલમાં છે. ફિલ્મમાં આલિયા સીતાનો રોલ કરી રહી છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે ફિલ્મમાં તેના રોલને નાનો કરવાના કારણે તે નિર્માતાઓથી નારાજ છે. આવી અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે ખબર પડી કે તેણે 'RRR'સંબંધિત પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હવે આલિયાએ ફરી સોશિયલ મીડિયામાં એક
01:33 PM Mar 31, 2022 IST | Vipul Pandya
નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામચરણ સાથે કેમિયો રોલમાં છે. ફિલ્મમાં આલિયા સીતાનો રોલ કરી રહી છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે ફિલ્મમાં તેના રોલને નાનો કરવાના કારણે તે નિર્માતાઓથી નારાજ છે. આવી અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે ખબર પડી કે તેણે 'RRR'સંબંધિત પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હવે આલિયાએ ફરી સોશિયલ મીડિયામાં એક
નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ 'RRR' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ જુનિયર એનટીઆર અને રામચરણ સાથે કેમિયો રોલમાં છે. ફિલ્મમાં આલિયા સીતાનો રોલ કરી રહી છે. તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે ફિલ્મમાં તેના રોલને નાનો કરવાના કારણે તે નિર્માતાઓથી નારાજ છે. આવી અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે ખબર પડી કે તેણે 'RRR'સંબંધિત પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હવે આલિયાએ ફરી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખીને આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. તેણે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા.

પોસ્ટ ડિલીટ કરવાને કારણે આવી અફવાઓ ન ફેલાવો
આલિયાએ કહ્યું કે તેણે સાંભળ્યું છે કે RRR સંબંધિત પોસ્ટને ડિલીટ કરવાનું કારણ જણાવાયુ હતું કે તે ટીમથી નારાજ છે. હેવે તેણે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે પોતાની પ્રોફાઇલ સાફ રાખવા માટે આવું કરે છે. આલિયા લખે છે, 'આજના રેન્ડમનેસના સમયમાં, મેં સાંભળ્યું છે કે મેં RRRની પોસ્ટ ડિલીટ કરી દીધી છે કારણ કે હું ફિલ્મની ટીમથી નારાજ છું. હું દરેકને વિનંતી કરું છું કે ઇન્સ્ટાગ્રામ ગ્રીડમાંથી પોસ્ટ ડિલીટ કરવાને કારણે આવી અફવાઓ ન ફેલાવો. હું હંમેશા મારી પ્રોફાઈલ ગ્રીડમાંથી જૂની વિડીયો પોસ્ટ ડીલીટ કરું છું કારણ કે હું મારી પ્રોફાઈલને સ્વચ્છ રાખવા માંગુ છું.

પોસ્ટ શા માટે લખવી પડી તે જણાવ્યું
આલિયાએ વધુમાં કહ્યું કે, 'હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હું RRRની દુનિયાનો ભાગ છું. સીતાનું પાત્ર ભજવવું ખૂબ સરસ હતું. રાજામૌલી સરના નિર્દેશનમાં કામ કરવું અદ્ભુત હતું. હું તારક અને ચરણ સાથે કામ કરીને ખુશ છું. આ ફિલ્મ સાથે જોડાયેલી દરેક વસ્તુ એક સારો અનુભવ હતો. હું આ વાત એટલા માટે સ્પષ્ટ કરી રહ્યી છું કારણ કે રાજામૌલી સર અને ટીમે આ સુંદર ફિલ્મ લાવવા માટે વર્ષોના પ્રયત્નો અને શક્તિ લગાવી છે. હું ફિલ્મની આસપાસની કોઈપણ ખોટી માહિતીને સખત રીતે નકારું છું.'
Tags :
aliyabhattGujaratFirstRRRSOCIALMEDIACOTREVERYSSRAJAMULI
Next Article