ગુજરાતના તમામ ખાનગી ડોક્ટરો આ કારણે 22મી જુલાઈએ હડતાલ પાડશે
તબીબોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સરકારની ઓથોરીટી દ્વારા ગુજરાત હાઈકોર્ટની મૌખિક સૂચનાથી ગુજરાતભરના તમામ દવાખાના તથા ક્લિનીકને અવૈજ્ઞાનિક અને અતાર્કિક નિર્ણયોની નોટિસ પાઠવી રહી છે. આઈસીયુ સુવિધા ધરાવતી હોસ્પિટલોને અને કાચના ફસાડ અંગે પણ નોટિસ પાઠવી રહી છે.તેમના મતે ICU માત્ર ગ્રાઉન્ડ ફ્લૉર પર હોવું જોઈએ. અને તમામ કાચના ફસાડને તાત્કાલિક અસરથી દૂર કરી દેવા જોà
Advertisement
તબીબોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત સરકારની ઓથોરીટી દ્વારા ગુજરાત હાઈકોર્ટની મૌખિક સૂચનાથી ગુજરાતભરના તમામ દવાખાના તથા ક્લિનીકને અવૈજ્ઞાનિક અને અતાર્કિક નિર્ણયોની નોટિસ પાઠવી રહી છે. આઈસીયુ સુવિધા ધરાવતી હોસ્પિટલોને અને કાચના ફસાડ અંગે પણ નોટિસ પાઠવી રહી છે.
તેમના મતે ICU માત્ર ગ્રાઉન્ડ ફ્લૉર પર હોવું જોઈએ. અને તમામ કાચના ફસાડને તાત્કાલિક અસરથી દૂર કરી દેવા જોઈએ. તેના માટે આપવામાં આવેલા કારણો અવૈજ્ઞાનિક અને દર્દીઓના હિત વિરુદ્ધ છે.
રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડોક્ટરોએ આગામી 22મી જુલાઈએ હડતાલ પર જશે. અને તમામ આરોગ્ય સેવાઓ બંધ રાખશે. આગામી 22 મી તારીખ, શુક્રવારના રોજ રાજ્યભરમાં ખાનગી હોસ્પિટલોના OPD તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે.
મહત્વનું છે કે અમદાવાદ નર્સિંગ એન્ડ હોસ્પિટલ એસોસિએશન દ્વારા હાઇકોર્ટના નિર્દેશ બાદ કોર્પોરેશને ફટકારેલી નોટિસ કે જેમાં આઈસીયુને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરજિયાત કરવું તેનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને ગુજરાતભરના તબીબો પણ વિરોધ નોંધાવતા શુક્રવારે એક દિવસની હડતાલનું એલાન આપ્યું છે. ફાયર noc, icu માટેના નિયમો સાયન્ટિફિક ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે. અને પરિણામે તેઓ વિરોધ નોંધાવશે. પરિણામે ગુજરાતમાં પ્રથમ વાર ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર બંધ રહેશે.
Advertisement
અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રમુખ દિલીપ ગઢવી અને જીએસબી સેક્રેટરી મેહુલ શાહે જણાવ્યું હતું કે, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત રાજ્ય શાખા આ પ્રકારના એકપક્ષીય આદેશોનો સખત વિરોધ કરે છે અને તેમને પાછા ખેંચવા વિનંતી કરે છે. આવો કોઈપણ નિર્ણય ડૉક્ટરોની વૈજ્ઞાનિક સમિતિ અને સંબંધિત પક્ષની પરામર્શ પછી લેવા જોઇએ.
ડોકટરો અને દર્દીઓને તકલીફ ના પડે તેના માટે તથા આવા અવૈજ્ઞાનિક આદેશનો વિરોધ કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતભરના તમામ ડોકટરો 22/07/2022 ના રોજ તબીબી સેવાઓ સંપૂર્ણ બંધ પાળશે.
Advertisement


