Ambaji: ચૌદશની આરતી ભરવા આવતા ભક્તોની કાર પર પથ્થરમારો
બનાસકાંઠાના Ambaji નજીક પાનસા ગામે ગુરુવારે મોડી રાત્રે ગબ્બરની આરતી ભરીને પરત ફરી રહેલા અમદાવાદના ભક્તોની ત્રણ કાર પર અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ચૌદશની આરતીમાં આવતા આ ભક્તોને દાંતા માર્ગ પર નિશાન બનાવવામાં આવતા માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Advertisement
- ચૌદશની આરતી ભરવા આવતા ભક્તોની કાર પર પથ્થરમારો
- અસામાજીક તત્ત્વોએ અંબાજી (Ambaji) નજીક એક સાથે 3 કાર પર પથ્થરમારો
- અમદાવાદથી આરતી ભરવા આવતા ભક્તોની કાર પર પથ્થરમારો
- અંબાજી નજીક પાનસા ગામે મોડી રાત્રે પથ્થરમારો કરાયો
બનાસકાંઠાના Ambaji નજીક પાનસા ગામે ગુરુવારે મોડી રાત્રે ગબ્બરની આરતી ભરીને પરત ફરી રહેલા અમદાવાદના ભક્તોની ત્રણ કાર પર અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ચૌદશની આરતીમાં આવતા આ ભક્તોને દાંતા માર્ગ પર નિશાન બનાવવામાં આવતા માઈ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ માર્ચ મહિનામાં પણ હડાદ માર્ગ પર આવી જ ઘટના બની હતી, તેમ છતાં તમામ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ પથ્થરમારાનો ભોગ બનનાર ભક્તોએ પોતાના વતન પહોંચીને વીડિયો બનાવી મીડિયાને જાણ કરી છે, ત્યારે સતત બનતી આવી ઘટનાઓને કારણે હવે આવતી પૂનમ પર દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓમાં સુરક્ષાને લઈ ચિંતા વ્યાપી ગઈ છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


