Ahmedabad Plane Crash : અંબાલાલ પટેલે વિમાન દુર્ઘટનાને લઇ આપી ગ્રહદશાની જાણકારી
અમદાવાદમાં પ્લેન ક્રેશ થવા અંગે અંબાલાલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પૂનમની આસપાસ ગ્રહદશા ખરાબ હતી. સવારના સમયે કર્ક લગ્નમાં માર્ક સ્થાનમાં મંગળ કેતુનો યોગ હતો. 8 મે સ્થાને આયુષ્યમાં રાહુનો યોગ હતો. બપોરના 12 થી 1 વાગ્યાની સમયમાં 12 માં પરદેશના સ્થાનમાં મંગળ કેતુનો અંગારક યોગ હતો. ઉપરાંત ચંદ્ર સાથે કેટલાક પાપ ગ્રહો કેન્દ્ર યોગમાં હતા. બુધ જેવા ગ્રહોની પ્રતિયોગી, ચંદ્ર ગુરૂનો પ્રતિ યોગ, પૂનમમાં ભરતી ઓટ આવે છે. પૂનમન કારણે મન દિમાગને ભ્રમિત કરતો યોગ કરે છે. આક્રોશ યોગ આ સમયે બનતો હતો. વાયુ યાનનો સ્થળ પતન યોગ થતો હતો. આગ અકસ્માતની દુર્ઘટનાનો યોગ બનતા હતા. 31 માર્ચથી 19 મે વચ્ચે આસુરી સંપત્તિનો યોગ બનતો હતો. 7 જૂનથી 27 જુલાઈ સુધી આક્રોશ યગ બને છે. 31 જુલાઈથી 13 સપ્ટેમ્બર સંહારક યોગ બને છે. નબળા યોગ વચ્ચે ભગવાનની પ્રાર્થના કરવી. સત્વગુણ વધારવા હનુમાનજી, ગણેશજીની પૂજા અને યજ્ઞ કરવા.


