Ambalal Patel Rain Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની કરી વરસાદની આગાહી, જુઓ video
Ambalal Patel Rain Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાના આગમન અને રાજ્યના વરસાદી માહોલ અંગે નવી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સમયમાં પ્રી-મોન્સુન ગતિવિધિઓ અને ત્યારબાદ ચોમાસાનું વિધિવત આગમન જોવા મળશે.
Advertisement
Ambalal Patel Rain Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 7 થી 9 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પ્રી-મોન્સુન વરસાદની શરૂઆત થઈ શકે છે. 16 જૂન આસપાસ વરસાદી ગતિવિધિઓ વધવાની અને ૨૫ જૂન સુધીમાં રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી જવાની શક્યતા છે, જેમાં 20 થી 28 જૂન દરમિયાન આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસી શકે છે. જોકે, આ સમયગાળા દરમિયાન ખાસ કરીને 8 જૂનની આસપાસ ગરમીનું પ્રમાણ વધશે અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે, તેમજ શરૂઆતના તબક્કે ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાનું અનુમાન છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


