Cyclone Shakti અંગે Ambalal Patel ની મોટી આગાહી
વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો-પ્રેશર બનવાની શરૂઆત થઈ જવા પામી છે.
Advertisement
વાવાઝોડા શક્તિ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી હતી. વાવાઝોડું નબળું પડ્યું છે. ગુજરાતમાં આંધી, વંટોળ અને વરસાદ રહેશે. આજથી અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે. ગુજરાતના વાતાવરણમાં આજથી પલટો આવશે. આજથી 27 મી સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી-વંટોળ અને ક્યાંક વરસાદ પણ રહેશે. 28 મી તારીખથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે.
Advertisement