Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AMC દ્વારા 4 કિલોમીટર સુધી ફિટનેસ રનનું આયોજન

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત"ના સંકલ્પને સાકાર કરવા 6 જૂન, 2025ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) ખાતે 4 કિલોમીટરની ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના 2000થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થયો.
Advertisement

Ahmedabad : અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા "સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત"ના સંકલ્પને સાકાર કરવા 6 જૂન, 2025ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ (વેસ્ટ) ખાતે 4 કિલોમીટરની ફિટનેસ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના 2000થી વધુ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાં યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થયો. મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન દ્વારા સવારે 7:30 વાગે સરદાર બ્રિજ નીચે લોઅર પ્રોમેનાડ ખાતે આ રનનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું, જેના દ્વારા શહેરીજનોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા અને મેદસ્વીતાને દૂર કરવાનો સંદેશ આપવામાં આવ્યો. આ પહેલ AMCના સ્વાસ્થ્ય અને જાહેર જાગૃતિ અંગેના પ્રયાસોનો એક ભાગ છે, જેણે નાગરિકોમાં ફિટનેસ પ્રત્યેની જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી.

Advertisement
Tags :
Advertisement

.

×