ભૂજના યુવકની ઇમાનદારી પર અમેરિકન મહિલા આફ્રિન, કહ્યું ભારત ખરેખર સુંદર દેશ છે
ભુજના એક યુવકે અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરી બતાવી છે. ડિસેમ્બર 2022માં અમેરિકાના યુ ટ્યૂબર દંપતિનું ટ્રેનમાં ભુલાયેલું વોલેટ યુવકે પરત કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે,નોંધનીય વાત એ છે કે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.વોલેટ ટ્રેનમાં જ ભુલાઈ ગયું હતુંવાત એવી હતી કે સ્ટેફની અને પીટર એક અમેરિકન કપલ છે જેઓ થોડા દિવસ પહેલા ભારત ફરવા માટે આવ્યા હતા ,આ યુટ્àª
09:07 AM Feb 16, 2023 IST
|
Vipul Pandya
ભુજના એક યુવકે અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરી બતાવી છે. ડિસેમ્બર 2022માં અમેરિકાના યુ ટ્યૂબર દંપતિનું ટ્રેનમાં ભુલાયેલું વોલેટ યુવકે પરત કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે,નોંધનીય વાત એ છે કે આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
વોલેટ ટ્રેનમાં જ ભુલાઈ ગયું હતું
વાત એવી હતી કે સ્ટેફની અને પીટર એક અમેરિકન કપલ છે જેઓ થોડા દિવસ પહેલા ભારત ફરવા માટે આવ્યા હતા ,આ યુટ્યૂબર દંપતિ જ્યારે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યું હતું ત્યારે તેમનું વોલેટ ટ્રેનમાં જ ભુલાઈ ગયું હતું જોકે તેમને એ વાતની જાણ પણ નહોતી ,પરંતુ આ વોલેટ એમાં રહેલ ડોક્યુમેન્ટ તેમને પાંચ દિવસમાં જ પરત મળ્યું હતું. આદંપતીનું વોલેટ ભુજના ચિરાગ રાજગોર નામના યુવકને મળ્યું હતું જેણે આદંપત્તિને વોલેટ પરત કર્યું હતું. અમેરિકન દંપતિનું વોલેટ કેવી રીતે ખોવાયું અને કેવી રીતે આ યુવાને તેને સોંપ્યું તે જાણવા ગુજરાત ફર્સ્ટ ન્યુઝે ભુજ રેલવે સ્ટેશન ખાતે રેસ્ટોરન્ટ ચલાવતા ચિરાગ રાજગોરનો સંપર્ક કર્યો હતો.
વોલેટમાં ડોક્યુમેન્ટ્સ , 20 જેટલા કાર્ડ અને 15 હજાર રોકડા હતા
23 વર્ષીય ચિરાગ રાજગોર ભુજના રેલ્વે સ્ટેશન ખાતે રેસ્ટોરન્ટ ચલાવે છે તેઓ પોતાના માતા પિતા સાથે રહે છે અત્યારે સરકારી નોકરીમાં ભરતી માટે તૈયારીઓ કરી રહ્યા છે તેઓના જણાવ્યા પ્રમાણે 20 ડિસેમ્બર 2022ના રોજ ભુજ પુણે ટ્રેનમાં તેઓ પોતાના ફેમિલી મેમ્બરને લેવા ગયા હતા ત્યારે તેમને ટ્રેનની સીટ નીચે એક વોલેટ મળી આવ્યું હતું. આસપાસ નજર કરી તો કોઈ જોવા મળ્યું ન હતું વોલેટ મળ્યા બાદ તેઓએ વોલેટમાં એટીએમ કાર્ડ પાસપોર્ટ 15000 રોકડ જોવા મળ્યા હતા 20 જેટલા કાર્ડ હતા જેમાંથી ઇન્સ્ટાગ્રામ અને ઈમેલ આઇડી મળ્યા હતા ત્યારબાદ તેમણે instagram અને ઇમેલ આઇડી પર મેસેજ કર્યો કે તમારું વોલેટ મળ્યું છે ત્યારે આ દંપતિ ભુજ આવ્યા હતા તેમને ચિરાગે વોલેટ પરત આપ્યું હતું.
દંપતિએ ટીપ આપવા પ્રયાસ કર્યો, ચિરાગે કહ્યું પૈસાની જરૂર નથી, ભગવાનની દયા છે
24 ડિસેમ્બર 2022ના દંપતી ચિરાગ પાસે ગયા હતા જ્યાં ચિરાગે તેમનું વોલેટ પરત આપ્યું હતું અને ત્યારબાદ આ દંપતિએ તેમને વોલેટના બદલામાં પૈસા આવ્યા ત્યારે ચિરાગે કહ્યું કે અમને પૈસાની જરૂર નથી અમને ભગવાનની દયા છે તેમ તેઓએ જણાવ્યું હતું ત્યારે આ અમેરિકન દંપતિ પણ પ્રામાણિકતા જોઈને ભાવુક થઈ ગયા હતા તેમણે કહ્યું કે ખરેખર ભારતના લોકો પ્રમાણિક છે તે હકીકત છે .સ્ટેફનીનો આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે એટલું જ નહીં આ વિડીઓને 55 લાખ વ્યૂઝ મળી ચુક્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article