રાજકીય સંકટ વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના પોઝિટીવ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. પહેલાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ જાણકારી નાના પટોલેએ આપી છે. બીજી તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે સાંજ સુધીમાં રાજીનામુ આપી શકે છે. એકનાથ શિંદે પાસે લગભગ 40 ધારાસભ્યો છે અને શિવસેના તેમને મà
Advertisement
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં કોરોનાએ પ્રવેશ કર્યો છે. પહેલાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કોરોના સંક્રમિત હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ જાણકારી નાના પટોલેએ આપી છે. બીજી તરફ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે ઉદ્ધવ ઠાકરે સાંજ સુધીમાં રાજીનામુ આપી શકે છે.
એકનાથ શિંદે પાસે લગભગ 40 ધારાસભ્યો છે અને શિવસેના તેમને મનાવવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં પાર્ટી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી અને આજે સાંજે ઉદ્ધવ ઠાકરે સીએમ પદ પરથી રાજીનામું આપી શકે છે.
કોંગ્રેસના નેતા કમલનાથે કહ્યું કે તે ઉદ્ધવ ઠાકરેને મળી શક્યા નથી કારણ કે ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમીત થયા છે. હવે તે શરદ પવારને મળવા જઇ રહ્યા છે.
અગાઉ તેમણે બપોરે 1 વાગ્યે કેબિનેટની બેઠક બોલાવી હતી અને તે પછી રાજીનામું આપી શકે તેવા અહેવાલો આવ્યા હતા.જો કે હવે તે કોરોના સંક્રમીત થયા છે. અગાઉ અહેવાલો આવ્યા હતા કે એકનાથ શિંદે પાસે 40થી વધુ ધારાસભ્યો છે અને તેઓ હવે ભાજપ સાથે જઈ શકે છે. તેમની પાસે બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો છે, તેથી પક્ષપલટા વિરોધી કાયદો પણ લાગુ થશે નહીં. આ જ કારણ છે કે શિવસેના હવે સરકાર બચાવવાની આશા છોડી રહી છે.
આ પણ વાંચો-- શું મહારાષ્ટ્ર વિધાનસભા ભંગની ભલામણ થઇ શકે છે?


