ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજસ્થાનના રાજકીય સંકટ વચ્ચે અશોક ગેહલોતને ક્લિન ચીટ, નિરીક્ષકોએ સોનિયા ગાંધીને રિપોર્ટ સોંપ્યો

રાજસ્થાન(Rajasthan)ના સંકટમાં નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)અને અજય માકને કોંગ્રેસ (Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને નવ પાનાનો અહેવાલ સુપરત કર્યો છે. રીપોર્ટમાં બંને નિરીક્ષકોએ મુખ્યમંત્રી અશોક ગેહલોત (Chief Minister Ashok Gehlot)ને ક્લિન ચીટ આપી છે. આ ક્લિન ચીટ ટેકનિકલી આપવામાં આવી છે. આ સાથે જ રિપોર્ટમાં મંત્રી શાંતિ ધારીવાલ, મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને ધર્મેન્દ્ર રાઠોડ (Dharme
03:27 PM Sep 27, 2022 IST | Vipul Pandya
રાજસ્થાન(Rajasthan)ના સંકટમાં નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)અને અજય માકને કોંગ્રેસ (Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને નવ પાનાનો અહેવાલ સુપરત કર્યો છે. રીપોર્ટમાં બંને નિરીક્ષકોએ મુખ્યમંત્રી અશોક ગેહલોત (Chief Minister Ashok Gehlot)ને ક્લિન ચીટ આપી છે. આ ક્લિન ચીટ ટેકનિકલી આપવામાં આવી છે. આ સાથે જ રિપોર્ટમાં મંત્રી શાંતિ ધારીવાલ, મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને ધર્મેન્દ્ર રાઠોડ (Dharme
રાજસ્થાન(Rajasthan)ના સંકટમાં નિરીક્ષકો મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)અને અજય માકને કોંગ્રેસ (Congress)ના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને નવ પાનાનો અહેવાલ સુપરત કર્યો છે. રીપોર્ટમાં બંને નિરીક્ષકોએ મુખ્યમંત્રી અશોક ગેહલોત (Chief Minister Ashok Gehlot)ને ક્લિન ચીટ આપી છે. આ ક્લિન ચીટ ટેકનિકલી આપવામાં આવી છે. આ સાથે જ રિપોર્ટમાં મંત્રી શાંતિ ધારીવાલ, મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ અને ધર્મેન્દ્ર રાઠોડ (Dharmendra Rathore)વિરુદ્ધ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ સાથે અન્ય કેટલાક નેતાઓ સામે પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 25 સપ્ટેમ્બરે રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઘરે કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક મળવાની હતી. આ બેઠકમાં દિલ્હીના બે નિરીક્ષકો, મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન હાજરી આપવા આવ્યા હતા, પરંતુ બેઠક શરૂ થાય તે પહેલા ગેહલોત જૂથના 92 ધારાસભ્યોએ સ્પીકર ડૉ. સી.પી. જોશીને તેમના રાજીનામા સોંપી દીધા હતા. તેમણે કહ્યું કે સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટે આ બેઠક યોજાઈ રહી છે. અમે અમારા વડા અશોક ગેહલોતને રાજ્ય છોડવા નહીં દઈએ. તેમને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની સાથે તેમને મુખ્યમંત્રી બનવાની પણ છૂટ આપવી જોઈએ.
સોનિયાએ લેખિતમાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું

બંને નિરીક્ષકો લગભગ 5 કલાક સુધી ધારાસભ્યોની રાહ જોતા રહ્યા, પરંતુ ગેહલોત જૂથના એક પણ ધારાસભ્ય બેઠકમાં પહોંચ્યા ન હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે ધારાસભ્યોના આ વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ બંને નિરીક્ષકોને દિલ્હી આવીને મામલાની જાણ કરવા જણાવ્યું હતું. મલ્લિકાર્જુન ખડગે અને અજય માકન દિલ્હીમાં સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા ત્યારે સોનિયાએ બંનેને લેખિત રિપોર્ટ આપવા કહ્યું, ત્યાર બાદ આજે બંને નિરીક્ષકોએ 9 પાનાનો રિપોર્ટ સોંપ્યો છે.

ક્લીનચીટ મળ્યા બાદ ગેહલોતને રાહત મળી છે

આ રિપોર્ટમાં બંને નિરીક્ષકો દ્વારા મુખ્યમંત્રી અશોક ગેહલોતને ક્લીનચીટ આપવામાં આવી છે. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે આ ક્લીનચીટ ટેકનિકલી આપવામાં આવી છે. તે જ સમયે, અહેવાલમાં, આ સમગ્ર હંગામાના મુખ્ય સૂત્રધાર મંત્રી શાંતિ ધારીવાલ અને મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસ સામે કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. આ બે મંત્રીઓ ઉપરાંત કોંગ્રેસના નેતા ધર્મેન્દ્ર રાઠોડ સામે પણ કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. અન્ય નેતાઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હાલમાં આ સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં અશોક ગેહલોતને ક્લીનચીટ મળવી તેમના માટે રાહતના સમાચાર હશે.

Tags :
AshokGehlotcleancheatGujaratFirstinspectorsRajasthanpoliticalreportSoniaGandhi
Next Article