Amit Shah Gujarat Visit : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શોપિંગ ફેસ્ટિવલનો કરાવશે પ્રારંભ
અમદાવાદમાં 2025-26 શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થવાનો આજથી શહેરીજનો આ શોપિંગ ફેસ્ટિવલની મજા માણી શકશે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને સીએમ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26’નો ભવ્ય...
11:25 AM Dec 05, 2025 IST
|
SANJAY
- અમદાવાદમાં 2025-26 શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ થવાનો
- આજથી શહેરીજનો આ શોપિંગ ફેસ્ટિવલની મજા માણી શકશે
- કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને સીએમ શોપિંગ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26’નો ભવ્ય પ્રારંભ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજ રોજ અમદાવાદના સિંધુભવન રોડ પાસે આવેલા મોન્ટે કાર્લો ઓક્સિજન પાર્ક પાસેના પ્લોટ ખાતેથી થશે. આ ફેસ્ટિવલના પ્રારંભ પ્રસંગે અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કાર્નિવલ પરેડને ફ્લેગ ઓફ કરાવશે. આ અવસરે ભવ્ય આતશબાજી અને બલૂન પણ ઉડાડવામાં આવશે, જે શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
Next Article