ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ગુજરાતની તેલંગણા સામે હાર, જાણો ટૂનામેન્ટની તમામ અપડેટ

36મી નેશનલ ગેમ્સ (National Games 2022) પૈકી ભાવનગર (Bhavnagar) ખાતે રમાઈ રહેલી બાસ્કેટબોલની થ્રી ઓન થ્રી અને 5x5 સ્પર્ધામાં રવિવારે ગુજરાતના ભાગે નિષ્ફળતાઓ આવી હતી.બાસ્કેટ બોલની 3x3 સ્પર્ધાની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં વિમેન્સ વિભાગમાં કર્ણાટકે પંજાબને 13-8થી, બીજી ક્વાટર ફાઇનલમાં તેલંગાણાએ ગુજરાતને 21-5થી, ત્રીજી ક્વાટર ફાઈનલમાં કેરળે દિલ્હીને 21-11થી, ચોથી ક્વાટર ફાઇનલમાં મહારાષ્ટ્રની ટીમે તામિલનાડુને 19-18à
05:10 PM Oct 02, 2022 IST | Vipul Pandya
36મી નેશનલ ગેમ્સ (National Games 2022) પૈકી ભાવનગર (Bhavnagar) ખાતે રમાઈ રહેલી બાસ્કેટબોલની થ્રી ઓન થ્રી અને 5x5 સ્પર્ધામાં રવિવારે ગુજરાતના ભાગે નિષ્ફળતાઓ આવી હતી.બાસ્કેટ બોલની 3x3 સ્પર્ધાની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં વિમેન્સ વિભાગમાં કર્ણાટકે પંજાબને 13-8થી, બીજી ક્વાટર ફાઇનલમાં તેલંગાણાએ ગુજરાતને 21-5થી, ત્રીજી ક્વાટર ફાઈનલમાં કેરળે દિલ્હીને 21-11થી, ચોથી ક્વાટર ફાઇનલમાં મહારાષ્ટ્રની ટીમે તામિલનાડુને 19-18à
36મી નેશનલ ગેમ્સ (National Games 2022) પૈકી ભાવનગર (Bhavnagar) ખાતે રમાઈ રહેલી બાસ્કેટબોલની થ્રી ઓન થ્રી અને 5x5 સ્પર્ધામાં રવિવારે ગુજરાતના ભાગે નિષ્ફળતાઓ આવી હતી.
બાસ્કેટ બોલની 3x3 સ્પર્ધાની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં વિમેન્સ વિભાગમાં કર્ણાટકે પંજાબને 13-8થી, બીજી ક્વાટર ફાઇનલમાં તેલંગાણાએ ગુજરાતને 21-5થી, ત્રીજી ક્વાટર ફાઈનલમાં કેરળે દિલ્હીને 21-11થી, ચોથી ક્વાટર ફાઇનલમાં મહારાષ્ટ્રની ટીમે તામિલનાડુને 19-18થી હાર આપી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે મેન્સ વિભાગની પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં પંજાબની ટીમે આંધ્રપ્રદેશને 17-11થી, બીજી ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તરપ્રદેશની ટીમે ગુજરાતને 21-17થી, ત્રીજી ક્વાટર ફાઇનલમાં તામિલનાડુની ટીમે કેરળને 21-11 થી, ચોથી ક્વોટર ફાઇનલમાં દિલ્હીની ટીમે કર્ણાટકને 21-11થી પરાજય આપી અને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
જ્યારે 5 ઓન 5 બાસ્કેટબોલ સ્પર્ધામાં મેન્સ વિભાગમાં લીગ તબક્કામાં કર્ણાટકની ટીમે ઉત્તરાખંડને 98-71ના અંતરથી પરાજય આપ્યો હતો. સાંજે રમાયેલી મેન્સ વિભાગની અન્ય એક લીગ મેચમાં યજમાન ગુજરાતને 80-70ના મતબર અંતરથી પરાજય આપ્યો હતો.
 
3x3મા વિમેન્સ વિભાગની પ્રથમ સેમિફાઇનલમાં તેલંગાણાએ 21-16ના અંતરથી મહારાષ્ટ્રને પરાજય આપ્યો હતો, જ્યારે બીજી સેમિફાઇનલમાં કેરળની ટીમે કર્ણાટકને 21-15 ના અંતરથી પરાજય આપ્યો હતો. આમ સોમવારે સવારે વિમેન્સ વિભાગમાં તેલંગાણા અને કેરળ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
લીગ તબક્કામાં વિમેન્સ વિભાગમાં તામિલનાડુની ટીમે આસામને 110-38 ના અંતરથી પરાજય આપ્યો હતો. જ્યારે તેલંગાણાની ટીમે પંજાબને 127-61ના તફાવતથી પરાજય આપ્યો હતો. કેરલની વિમેન્સ ટીમે મધ્યપ્રદેશને 62-48ના અંતરથી પરાજય આપ્યો હતો.
પોઈન્ટ મેળવવાની તકો ગુમાતા હાર થઈ
ટીમના પરાજય બાદ ગુજરાતની ટીમના કપ્તાન કાશી રાજાએ જણાવ્યું હતું કે, અમારી ટીમે ખૂબ જ સારો દેખાવ કર્યો હોવા છતાં નિર્ણાયક તબક્કામાં પોઇન્ટ મેળવવાની મળેલી તકો ગુમાવતા 10ના અંતરથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
Tags :
BasketballTournamentBhavnagarGujaratFirstNationalGames2022
Next Article