Amreli : હપ્તાની બાકી ચુકવણી મુદ્દે માથાકૂટ, વાહન લેનાર અને આપનાર બાખડયા
અમરેલી (Amreli) ના લીલીયા તાલુકાના સનાળિયા ગામે વાહનના હપ્તાની બાકી ચુકવણી મુદ્દે થયેલી સામાન્ય માથાકૂટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં વાહન લેનાર અને આપનાર પક્ષો સામસામે બાખડ્યા હતા. આ ઝઘડા દરમિયાન એક પક્ષ દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા મહેન્દ્રભાઈ ઢીમેચા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Advertisement
- અમરેલી (Amreli) માં હપ્તાની બાકી ચુકવણી મુદ્દે માથાકૂટ
- વાહન લેનાર અને આપનાર બાખડયા
- લિલિયાના સનાળિયા ગામનો બનાવ
- એક પક્ષનો કુહાડી સાથે જીવલેણ હુમલો
અમરેલી (Amreli) ના લીલીયા તાલુકાના સનાળિયા ગામે વાહનના હપ્તાની બાકી ચુકવણી મુદ્દે થયેલી સામાન્ય માથાકૂટે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં વાહન લેનાર અને આપનાર પક્ષો સામસામે બાખડ્યા હતા. આ ઝઘડા દરમિયાન એક પક્ષ દ્વારા કુહાડી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા મહેન્દ્રભાઈ ઢીમેચા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ હત્યાના કેસમાં પોલીસે સક્રિયતા દાખવીને ગણતરીના કલાકોમાં જ છ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને કાયદાકીય તપાસના ભાગરૂપે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


