Amreli : દિવસ દરમિયાન નેશનલ હાઈવે ક્રોસ કરતો સિંહ પરિવાર
- Amreli : દિવસ દરમિયાન નેશનલ હાઈવે ક્રોસ કરતો સિંહ પરિવાર
- સિંહના ટોળા ન હોવાની કહેવત ફરી ખોટી પુરવાર થઈ
- ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર 10 સિંહોની લટાર
- બાળસિંહો સાથે સિંહણ નેશનલ હાઈવે પર પહોંચી
- દિવસ દરમિયાન નેશનલ હાઈવે ક્રોસ કરતો સિંહ પરિવાર
- રાજુલા-જાફરાબાદ પંથકમાં છે સિંહોનું સામ્રાજ્ય
Amreli : ગુજરાતના અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તરી રહ્યું હોવાના વધુ એક પુરાવારૂપ દૃશ્યો જોવા મળ્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર દિવસના અજવાળામાં 10 સિંહોના એક વિશાળ પરિવારે હાઈવે ક્રોસ કર્યો હતો. આ દૃશ્ય જોતાં જ "સિંહ એકલા ફરે છે" તેવી માન્યતા ફરી એકવાર ખોટી સાબિત થઈ છે.
રાજુલા-જાફરાબાદ પંથકમાં છે સિંહોનું સામ્રાજ્ય
આ સિંહ પરિવારોમાં બાળસિંહો સાથે સિંહણ પણ સામેલ હતી, જેઓ શાંતિથી અને ખુલ્લેઆમ નેશનલ હાઈવે પર લટાર મારતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે સિંહો રાત્રિના સમયે હાઇવે ક્રોસ કરતા હોય છે, પરંતુ દિવસ દરમિયાન આટલા મોટા ટોળાનું જાહેર માર્ગ પર નીકળવું એ વિસ્તારમાં સિંહોની વસ્તીમાં થયેલા વધારા અને તેમના બદલાતા વર્તન તરફ નિર્દેશ કરે છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને પ્રકૃતિપ્રેમીઓમાં રોમાંચ અને આશ્ચર્ય ફેલાયું હતું.
આ પણ વાંચો : Porbandar: આ ગીર નથી ! એક સાથે દેખાયા 11 બાળ સિંહ