Amreli Lioness Attack : અમરેલીમાં સિંહણનો આતંક! અરજણસુખમાં એક પછી એક 4 લોકો પર કર્યો હુમલો, વનવિભાગનું મોટું રેસ્ક્યુ ઓપરેશન શરૂ!
Amreli Lioness Attack : અમરેલીના વડિયા તાલુકાના અરજણસુખ ગામ વિસ્તારમાં સિંહણના હુમલાથી ફરી દહેશત ફેલાઈ છે. સિંહણે વધુ બે લોકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે, જ્યારે અત્યાર સુધી કુલ ચાર લોકો હુમલાનો ભોગ બન્યા છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. સિંહણને રેસ્ક્યુ કરવા ડોક્ટરોની ટીમ સાથે વિશેષ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Advertisement
Amreli Lioness Attack : અમરેલી જિલ્લામાં સિંહણના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. વડિયા તાલુકાના અરજણસુખ ગામ વિસ્તારમાં સિંહણે વધુ બે લોકો પર હુમલો કર્યો હોવાની માહિતી છે, જ્યારે આ વિસ્તારમાં કુલ ચાર લોકો ઉપર હુમલાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં વનવિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સિંહણને કાબૂમાં લેવા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખીને વનવિભાગે ડોક્ટરોની ટીમને પણ બોલાવી છે અને સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

