Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુસ્સામાં આવેલી મહિલાએ પાર્થ ચેટર્જી પર સેન્ડલ ફેંકી વિરોધ વ્યક્ત કર્યો

પશ્ચિમ બંગાળના ચકચારી SSC કૌભાંડમાં EDની તપાસનો સામનો કરી રહેલા રાજ્યના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી પર  મંગળવારે એક મહિલાએ ગુસ્સા અને આવેશમાં આવી જઇ સેન્ડલ ફેંક્યું હતું. પાર્થ ચેટર્જી હોસ્પિટલથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. સેન્ડલ ફેંકનાર મહિલા પણ તેની સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી. આ મહિલાનું નામ જોકા હોવાનું બહાર આવ્યું છે. તે હોસ્પિટલમાં સારવાર માટે આવી હતà«
ગુસ્સામાં આવેલી મહિલાએ પાર્થ ચેટર્જી પર સેન્ડલ ફેંકી વિરોધ વ્યક્ત કર્યો
Advertisement
પશ્ચિમ બંગાળના ચકચારી SSC કૌભાંડમાં EDની તપાસનો સામનો કરી રહેલા રાજ્યના પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી પર  મંગળવારે એક મહિલાએ ગુસ્સા અને આવેશમાં આવી જઇ સેન્ડલ ફેંક્યું હતું. પાર્થ ચેટર્જી હોસ્પિટલથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. 
સેન્ડલ ફેંકનાર મહિલા પણ તેની સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી. આ મહિલાનું નામ જોકા હોવાનું બહાર આવ્યું છે. તે હોસ્પિટલમાં સારવાર માટે આવી હતી. ગુસ્સે થયેલી મહિલાએ કહ્યું કે તેણે જે પણ કર્યું તે બિલકુલ યોગ્ય કર્યું.
સેન્ડલ ફેંક્યા બાદ મહિલાએ કહ્યું કે આ નેતાઓ જનતાના પૈસા લૂંટી રહ્યા છે. પાર્થને ઇએસઆઇ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા.
દરમિયાન ED અધિકારીઓએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી પૂછપરછમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને સહકાર આપી રહ્યા નથી. તેમણે કહ્યું કે ચેટર્જીએ કથિત શાળા ભરતી કૌભાંડની તપાસ અંગેના EDના મોટાભાગના પ્રશ્નોના જવાબ આપ્યા નથી
ED અધિકારીના જણાવ્યા અનુસાર, તૃણમૂલ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયેલા ચેટર્જી પૂછપરછ દરમિયાન મોટાભાગનો સમય મૌન રહ્યા હતા. તેમણે પોતાને સસ્પેન્ડ કરવાના ટીએમસીના નિર્ણય પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.
અધિકારીઓએ કહ્યું કે પાર્થ ચેટર્જી ઘણીવાર થાકની ફરિયાદ કરે છે અને અમારા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળે છે. 
Tags :
Advertisement

.

×