ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોદી સરકારની એક પહેલ અને સફાઇ મિત્રોનું જીવન બદલાઇ ગયું

 આઝાદીના આંદોલનમાં જ્યાં એક તરફ મહાત્મા ગાંધી અંગ્રેજો સામે અભિયાન ચલાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ તેઓ સમાજમાં ફેલાયેલી કુરીતિયો સામે પણ લડી રહ્યા હતા. એ સમયમાં ગાંધીજીએ જ છૂઆછૂત અને માથે મેલું ઉપાડવાની પ્રથા વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું અને સ્વચ્છતા સાથે સંકળાયેલા લોકોને સન્માન અપાવવા માટે જન આંદોલન પણ કર્યું હતું. આ જન આંદોલનને નવું બળ ત્યારે મળ્યું જ્યારે વડાપ્રધાàª
09:50 AM Aug 20, 2022 IST | Vipul Pandya
 આઝાદીના આંદોલનમાં જ્યાં એક તરફ મહાત્મા ગાંધી અંગ્રેજો સામે અભિયાન ચલાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ તેઓ સમાજમાં ફેલાયેલી કુરીતિયો સામે પણ લડી રહ્યા હતા. એ સમયમાં ગાંધીજીએ જ છૂઆછૂત અને માથે મેલું ઉપાડવાની પ્રથા વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું અને સ્વચ્છતા સાથે સંકળાયેલા લોકોને સન્માન અપાવવા માટે જન આંદોલન પણ કર્યું હતું. આ જન આંદોલનને નવું બળ ત્યારે મળ્યું જ્યારે વડાપ્રધાàª
 આઝાદીના આંદોલનમાં જ્યાં એક તરફ મહાત્મા ગાંધી અંગ્રેજો સામે અભિયાન ચલાવી રહ્યા હતા ત્યાં બીજી તરફ તેઓ સમાજમાં ફેલાયેલી કુરીતિયો સામે પણ લડી રહ્યા હતા. એ સમયમાં ગાંધીજીએ જ છૂઆછૂત અને માથે મેલું ઉપાડવાની પ્રથા વિરુદ્ધ જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું અને સ્વચ્છતા સાથે સંકળાયેલા લોકોને સન્માન અપાવવા માટે જન આંદોલન પણ કર્યું હતું. આ જન આંદોલનને નવું બળ ત્યારે મળ્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝાડુ લગાવીને સ્વચ્છતા અભિયાન અને સ્વચ્છતા સાથે  સંકળાયેલા લોકોને મજબૂતી પ્રદાન કરી.  75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આ રાષ્ટ્રે એક વડાપ્રધાનને સફાઇકર્મીઓના પગ ધોઇને તેમનું માન સન્માન અને સ્વીકાર્યતા સ્થાપિત કરતા જોયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફાઇ મિત્રોની પ્રશંશા કરતા કહ્યું હતું, ‘આપણા સફાઇ કર્મચારી, આપણા ભાઇ-બહેન, સાચા અર્થમાં આ અભિયાનના નાયક છે’.
સીવરમાં ઉતરીને સફાઇ કરવી અને દુર્ઘટના થવા પર જીવ ગુમાવવો એ આજના પ્રગતિશીલ યુગમાં કોઇ પણ સ્તરે ન્યાયપૂર્ણ નથી. તેને દૂર કરવા માટે કેન્દ્રની મોદી સરકારે 2024 સુધી દેશના 500 શહેરોને મશીન આધારિત સફાઇ કામગીરી સાથે જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. શહેરી આવાસન મંત્રાલયે આ યોજનાને પૂર્ણ કરવાની જવાબદારી લીધી છે જે ખૂબ સારી રીતે ચાલી રહી છે. 
તાજેતરમાં જ આવાસ અને શહેરી કાર્ય મંત્રાલયે સફાઇ મિત્રોની સુરક્ષા અંગે એક વિસ્તૃત રિપોર્ટ જાહેર કર્યો છે. ‘સફાઇ મિત્ર અભિયાન’નો મુખ્ય લક્ષ્ય સીવરેજ/સેપ્ટિક ટેન્કોની સફાઇ દરમિયાન થનારી દુર્ઘટનાઓ અને મૃત્યુને સંપૂર્ણ રીતે રોકવાનો છે. તેના માટે ત્રણ મંત્રાલય, આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને જલશક્તિ મંત્રાલય સાથે પેયજળ અને સ્વચ્છતા વિભાગ મળીને કાર્ય કરી રહ્યા છે. 
સફાઇ મિત્રોને સુરક્ષિત રાખવા માટે ત્રણ સૂત્રીય એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જેમાં, ‘આધુનિકીકરણ, નિવારણ અને પુનર્વાસ’ સામેલ છે. જેમાં સેપ્ટિક ટેન્કોની પ્રણાલીને મશીન ઉપકરણોથી જોડવું, નગરપાલિકા, પંચાયતો અને પ્રાઇવેટ સ્વચ્છતા ઓપરેટર્સને ઉન્નત ઉપકરણો અને ટેક્નોલોજીથી સજ્જ કરવાની સાથે સ્વચ્છતા રિસ્પોન્સ યુનિટ માટે એક સમર્પિત હેલ્પલાઇનની શરૂઆત કરવાનું લક્ષ્ય છે. 
મંત્રાલય તરફથી સફાઇમિત્રોને કૌશલ્ય વિકાસની તાલીમ પણ આપવામાં આવી રહી છે. આ તબક્કામાં દર વર્ષે 10 હજાર સફાઇમિત્ર અને 750થી વધુ સીવર એન્ટ્રી પ્રોફેશનલ્સને અપસ્કિલ કરવામાં આવશે. તે સિવાય સફાઇમિત્રો ને જિલ્લા ક્લસ્ટરના સ્તરે તાલીમ પણ આપવામાં આવશે. આવાસન અને શહેરી કાર્ય મંત્રાલય તેના માટે તાલીમની વ્યવસ્થા કરશે અને સાથે જ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તાલીમ માટે ફંડીંગ કરશે. 
પ્રગતિ રિપોર્ટના આંકડા જાહેર કરતા મંત્રાલયે 1 નવેમ્બર 2022 સુધીને ડેટા રજૂ કર્યો છે. આંકડા અનુસાર ત્યાર સુધી 13 રાજ્યો અને 113 સ્થાનિક શહેરી સંસ્થાઓએ ભાગ લીધો છે જેમાં 3713 સફાઇમિત્રોને તાલીમ આપવામાં આવી છે જ્યારે 5657 સફાઇમિત્રોને રાજ્યો દ્વારા તાલીમ આપી દેવામાં આવી છે. 
તે સિવાય સફાઇમિત્રો માટે સુરક્ષા ઉપકરણોની ખરીદી અને તેનો યોગ્ય સ્ટોક રાખવામાં આવશે. યોજનના અંતિમ ચરણમાં સ્થાનીય શહેરી સંસ્થાઓની સીવર/સેપ્ટિક ટેન્કોમાં માનવ પ્રવેશ સંપૂર્ણ રીતે ખતમ કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
જીતેન્દ્ર, સુભાષ, આકાશ રામ અને રાજેશ રાવ, વેબિનારથી સંકળાયેલા આ અમુક એવા નામ છે જેમના જીવનમાં એક શબ્દથી જ મોટું પરિવર્તન આવ્યું છે. અને આ શબ્દ છે- સફાઇમિત્ર.  સફાઇકર્મીથી સફાઇમિત્રની ઓળખ મળતા જ આ દરેક લોકોના કામ કરવાની સંપૂર્ણ પરિભાષા જ બદલાઇ ગઇ. શહેરી આવાસન મંત્રાલયના વેબિનારમાં અમદાવાદના સફાઇમિત્ર જીતેન્દ્રએ જણાવ્યું કે, સુરક્ષા ઉપકરણો અને મશીનોની મદદથી તેમના કામનું જોખમ લગભગ શૂન્ય થઇ ગયું છે અને સાથે જ તેમના પરિવારને આર્થિક મદદ પણ મળી રહી છે અને તે સફાઇમિત્રનું કામ કરીને સંતુષ્ટ પણ છે. 
Tags :
GujaratFirstinitiativeModigovernmentNarendraModi
Next Article