ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બીમારી બાબતે રણધીર કપૂરે ખુલાસો કર્યો

બોલીવુડ એક્ટર રણબીર કપૂરે કરીના કપૂર ખાનના પિતા રણધીર કપૂરની બિમારી વિશે જે નિવેદન આપ્યું હતું. તેમાં રણધીર કપૂરે  મોટો ખુલાસો કર્યો છે. ગઇ કાલે રણવીર કપૂરે આપેલા નિવેદનમાં વાત સામે આવી હતી કે રણધીર કપૂરને ડિમેન્શિયા નામની બીમારી છે પરંતુ આજે રણધીર કપૂર પોતે કહ્યું છે  કે તેઓ બિલકુલ સ્વસ્થ છે. તેમને ડિમેન્શિયા જેવી કોઈ બીમારી નથી. આ સમાચાર બાદ  પરિવાર અને ફેન્સને હાશકારો થયો છે. 
08:41 AM Apr 01, 2022 IST | Vipul Pandya

રણબીરના દાવાને સખત રીતે નકારી કાઢ્યો
રણધીર કપૂરે તેમના ભત્રીજા રણબીરના દાવાને સખત રીતે નકારી કાઢ્યો છે. ઈન્ટરવ્યુમાં જ્યારે રણધીર કપૂરને ડિમેન્શિયા વિશે પૂછવામાં આવ્યું તો તેઓ હસ્યા અને કહ્યું- એવું કંઈ નથી. જરાય નહિ. હું સંપૂર્ણપણે ઠીક છું. જ્યારે પૂછવામાં આવ્યું કે રણબીરે તેને ડિમેન્શિયા હોવાનું કેમ કહ્યું? જવાબમાં રણધીરે કહ્યું- જેવી રણબીરની ઈચ્છા. તે  ઈચ્છે તે કહી શકે છે. સાથે જ કહ્યું કે શર્માજી કી નમકીન જોયા પછી, મેં ઋષિ કપૂરને ફોન કરવાની વાત નથી કરી. હું સંપૂર્ણપણે ઠીક છું. હું ગોવાથી રાહુલ રવૈલ સાથે પાછો આવ્યો છું. અમે ત્યાં ગોવા ફેસ્ટિવલ માટે હતા. શર્મા જી નમકીનને જોયા પછી રણધીરે તેના ભાઈ ઋષિ કપૂરની પ્રશંસા કરતા કહ્યું કે તે ફિલ્મમાં હંમેશની જેમ જ સારો અભિનેતા સાબિત થયો છે.  જોકે ગઇ કાલે આ ફિલ્મના પ્રમોશન ઇન્ટરવ્યુ વખતે રણવીરે કહ્યું હતું કે - મારા કાકા રણધીર કપૂર, જેઓ ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેણે કહ્યું- તારા પિતાને સ્ટાર છે, તે ક્યાં છે, ચાલો ફોન કરીને તેને બોલાવીએ.
રણધીરે રણબીરને 'જૂઠો' કહ્યો
રણબીર કપૂરે હાલમાં જ કરીનાના પિતા રણધીર કપૂર વિશે એવી વાત કહી હતી કે ફેન્સ ખૂબ નારાજ થઈ ગયા હતા. રણબીરે એક નિવેદનમાં કહ્યું હતું કે આ દિવસોમાં રણધીર ડિમેન્શિયા નામની બીમારીના પ્રારંભિક તબક્કામાં છે. હવે રણધીર કપૂરે રણબીરના આ દાવાને નકારી કાઢ્યો છે. તે કહે છે કે તે સંપૂર્ણપણે સ્વસ્થ છે પરંતુ થોડા સમય પહેલા તે ચોક્કસપણે કોરોનાની પકડમાં આવી ગયો હતો. આ સાથે તેણે એમ પણ કહ્યું છે કે રણબીર કપૂરને જે કહેવું હોય તે કહી શકે છે.
Tags :
GujaratFirstrandheerkapoorRanveerKapoorRishiKapoorsharmajikinamkeen
Next Article