જિલ્લાનું નામ બદલવા પર લોકોએ મંત્રીનું ઘર સળગાવ્યું, પથ્થરબાજીમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ
હવે રાજ્યમાં આંધ્રપ્રદેશના અમલાપુરમમાં કોનસીમા
જિલ્લાનું નામ બદલવાને લઈને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. મંગળવારે અમલાપુરમ ક્લોક ટાવર
સેન્ટરમાં તણાવના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે જિલ્લાનું નામ ન બદલવાની
માંગ સાથે વિરોધ શરૂ થયો હતો. સેંકડો યુવાનોએ રસ્તા પર સુત્રોચ્ચાર કરીને વિરોધ
કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની માંગ છે કે કોનસીમા જિલ્લાનું
મૂળ નામ બદલવામાં ન આવે. વાસ્તવમાં કોનસીમાનું નામ બદલીને બીઆર આંબેડકર કરવાની વાત
ચાલી રહી છે. આવી સ્થિતિમાં જેઈસીએ આજે મંગળવારે અમલાપુરમમાં સ્થાનિક
કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. જોકે મામલાની ગંભીરતાને જોતા પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી હતી, પરંતુ તેમ છતાં
પોલીસ હિંસક ટોળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહી હતી.
મળતી માહિતી મુજબ પથ્થરમારામાં DSP કોનસીમા બેહોશ થઈ
ગયા હતા અને SP સુબ્બરેડ્ડી પણ ઘાયલ થયા હતા.વિરોધ દરમિયાન
પરિવહન મંત્રી પી. વિશ્વરૂપના આવાસને આગ ચાંપી દેવામાં આવી હતી. જો કે આ દરમિયાન મંત્રી
તેમના ઘરેથી નાસી છૂટ્યા હતા અને પરિવારના સભ્યોને પોલીસે બચાવી લીધા હતા.
વિરોધીઓએ APSRTC સહિત 3 થી 4 બસોને પણ આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત ધારાસભ્ય
પી. સતીશના નિવાસસ્થાન અને વિશ્વરૂપની કેમ્પ ઓફિસમાં પણ તોડફોડ કરવામાં આવી હતી
અને બાદમાં આગ ચાંપી દેવામાં આવી હતી. વિરોધીઓએ વિશ્વરૂપની ત્રણ કારને પણ આગ ચાંપી
દીધી હતી.
અત્યાર સુધીના મળેલા સમાચાર મુજબ APSRTC બસ સહિત કુલ 5 બસોને આગ ચાંપી
દેવામાં આવી છે. આવી સ્થિતિમાં ભીડને વિખેરવા માટે પ્રદર્શનકારીઓ પર
લાઠીચાર્જ કરવામાં આવ્યો. અમલાપુરમમાં વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્રદર્શનમાં લગભગ 20 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. આંધ્ર પ્રદેશના
ગૃહમંત્રી તનેતી વનિતાએ કહ્યું કે અમે હિંસાની નિંદા કરીએ છીએ. તમામ રાજકીય પક્ષો
જિલ્લાનું નામ બદલવા માંગતા હતા. હું શાંતિ માટે અપીલ કરું છું.